કોરોનાએ 50 લાખ લોકોનો ભોગ લીધો ત્યારે PM મોદી દુઃખી ન થયા પણ 'આઝાદ' માટે રડ્યા હતાઃ અધીર રંજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/adhir-ranjan-said-when-50-lakh-died-because-of-corona-pm-modi-wasnt-upset-but-cried-for-azad/" left="-10"]

કોરોનાએ 50 લાખ લોકોનો ભોગ લીધો ત્યારે PM મોદી દુઃખી ન થયા પણ ‘આઝાદ’ માટે રડ્યા હતાઃ અધીર રંજન


- 'આશ્ચર્યની વાત છે કે, ગુલામ નબી આઝાદે કદી પોતાનું આવાસ (દિલ્હી) ખાલી ન કરવું પડ્યું.'નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર દિગ્ગજ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા સહિત પાર્ટીના તમામ પદેથી રાજીનામુ આપ્યું ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રકારના આક્ષેપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ આઝાદના રાજીનામાથી બિલકુલ આશ્ચર્ય ન થયું હોવાનું એક ખૂબ જ વેધક કારણ રજૂ કર્યું છે. આ પણ વાંચોઃ રાહુલ ગાંધી અને સોનિયા ઉપર આકરા પ્રહારો કરી આઝાદે રાજીનામુ આપ્યુંરાજ્યસભામાં મોકલેત તો રાજીનામુ ન આપેતઅધીર રંજનના કહેવા પ્રમાણે 'જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં તેમના (આઝાદ) માટે આંસુ વહાવ્યા હતા ત્યારે જ તેઓ (આઝાદ) તેમના (વડાપ્રધાનના) ચક્કરમાં ફસાઈ ગયા હતા.' આ ઉપરાંત અધીર રંજને એવો દાવો કર્યો હતો કે, જો આઝાદને ફરી રાજ્યસભા સદસ્ય બનાવવામાં આવેત તો તે રાજીનામુ ન આપેત. આ પણ વાંચોઃ ગુલામનબી આઝાદને ભાજપનું આમંત્રણ : કુલદીપ બિશ્નોઈએ કહ્યું- 'રાહુલે અહંકાર છોડી દેવો જોઈએ'આઝાદે દિલ્હીમાં આવાસ ખાલી ન કરવું પડ્યુંલોકસભાની લોક લેખા સમિતિ (પીએસી)ના અધ્યક્ષ ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, 'દિલ્હીમાં મોદીજીની સરકાર આવી ત્યાર બાદ પૂર્વ મંત્રીઓ કે પૂર્વ સાંસદો પાસેથી સરકારી આવાસની સુવિધા લેવાઈ રહી છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે, ગુલામ નબી આઝાદે કદી પોતાનું આવાસ (દિલ્હી) ખાલી ન કરવું પડ્યું.'આ પણ વાંચોઃ કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ગુલામ નબી આઝાદનું પોતાની પાર્ટી બનાવવાનું એલાનકોરોનામાં 50 લાખ મોતથી PM દુઃખી નહીંચૌધરીએ એવો દાવો કર્યો હતો કે, 'શું કોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં કોરોના વાયરસના કારણે 50 લાખ લોકોના મોત અંગે દુઃખ વ્યક્ત કરતા જોયા છે? પરંતુ તે (વડાપ્રધાન) રાજ્યસભામાં આઝાદનો કાર્યકાળ સમાપ્ત થયો તે સમયે (ગત વર્ષે ફેબ્રુઆરીમાં) રડ્યા હતા. અમારા માટે તે દિવસે જ આખો કેસ ખતમ થઈ ગયો હતો. હું સમજી ગયો અને સ્પષ્ટ થઈ ગયું હતું કે, તે (આઝાદ) મોદીજીના ચક્કરમાં પડ્યા છે.'અધીર રંજને ગુલામ નબીની પ્રગતિ પાછળ કોંગ્રેસનું યોગદાન હોવાનું જણાવીને ગુલામ નબીનો સાંસદ પદ ન મળવાનો ગુસ્સો પાર્ટી છોડવામાં ફેરવાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પણ વાંચોઃ 'જીએનએ'ના ડીએનએ મોદી-ફાઈડ થયા, તેમનું 'રિમોટ' મોદીના હાથમાં- કોંગ્રેસ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]