અમદાવાદ શહેર અને ગ્રામ્ય ની ૨૧ વિધાનસભા બેઠક કબજે કરવા ૨૪૯ ઉમેદવારો એ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sbpzhpptavi44w4a/" left="-10"]

અમદાવાદ શહેર અને ગ્રામ્ય ની ૨૧ વિધાનસભા બેઠક કબજે કરવા ૨૪૯ ઉમેદવારો એ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું


અમદાવાદ શહેર અને ગ્રામ્ય ની ૨૧ વિધાનસભા બેઠક કબજે કરવા ૨૪૯ ઉમેદવારો એ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું
અમદાવાદ શહેરની બાપુનગર બેઠક ઉપર ઉમેદવારોનો રાફડો ફાટ્યો ૨૯ ઉમેદવારોએ ઝંપલાવ્યુ ગ્રામ્યની દશકોઈ બેઠક ઉપર સૌથી ઓછા ૬ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાના શહેર અને ગ્રામ્ય સહિત ની ૨૧ વિધાનસભા બેઠકો કબજે કરવા કોંગ્રેસ આપ અને ભાજપ તેમજ અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો સહિત ૨૪૯ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઉમેદવારી નોંધાવી છે ભાજપ અને કોંગ્રેસ ની હાર જીતમાં મોટો તફાવત રહેવાનો નથી અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો ભાજપ કોંગ્રેસને જીતવામાં મતોમાં ગાબડા પાડશે અને નધારેલા ચૂંટણી પરિણામો સાંભળવા મળશે તેવું ચર્ચાય છે.

અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેરની ૧૬ વિધાનસભા બેઠક અને ગ્રામ્યની પાંચ વિધાનસભા બેઠક કબજે કરવા ૨૪૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે જેમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી તથા અન્ય રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે અમદાવાદ શહેર વિધાનસભા બેઠકોમાં ઘાટલોડિયા માં ૯ વેજલપુરમાં ૧૫ વટવામાં ૧૪, એલિસ બ્રિજ બેઠક ઉપર ૯, નારણપુર ૫, નિકોલમાં ૧૨, નરોડા બેઠક ઉપર ૧૭, જમાલપુર- ખાડીયા બેઠક ઉપર ૮, ઠક્કરબાપા બેઠક ઉપર ૯, બાપુનગર બેઠક ઉપર ૨૯, અમરાઈવાડી બેઠક ઉપર ૧૭ દરિયાપુર બેઠક ઉપર ૭, મણિનગર બેઠક ઉપર ૯, દાણીલીમડા બેઠક ઉપર ૧૨ સાબરમતી બેઠક ઉપર ૯, તથા અસારવા બેઠક ઉપર ૭ એમ અમદાવાદ શહેરની બેઠકો ઉપર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય તાલુકા મથકોની વિધાનસભા બેઠકો માં દશકોઈ બેઠક ઉપર ૬ ધોળકા બેઠક ઉપર ૧૫ ધંધુકા બેઠક ઉપર ૧૧ વિરમગામ બેઠક ઉપર ૧૪ અને સાણંદ બેઠક ઉપર ૧૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અમદાવાદ જિલ્લા શહેર અને ગ્રામ્ય તાલુકા મથકોની બેઠકો ઉપર ઘણી બેઠકોમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ચિત્રમાં છે ઘણી બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળશે ભાજપ કોંગ્રેસની હાર જીત માટે આમ આદમી પાર્ટી અને અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો નિર્ણાયક બનશે જોઈએ હવે તારીખ ૮ મી ડિસેમ્બરે કોણ જીતે છે અને કોણ હારે છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]