રોહીદાસપરામાં પૈસાની ઉઘરાણી મામલે યુવકને બે શખ્સોએ મારમાર્યો - At This Time

રોહીદાસપરામાં પૈસાની ઉઘરાણી મામલે યુવકને બે શખ્સોએ મારમાર્યો


રોહીદાસપરામાં પૈસાની લેતી-દેતી મામલે ઈમીટેશનનાં ધંધાથી નરેશ મકવાણાને બે શખ્સોએ ધોકાથી ફટકારતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર રોહીદાસપરા-1માં રહેતાં નરેશ નારણભાઈ મકવાણા (ઉ.વ.21) ગત રાત્રે ઘર પાસે હતાં ત્યારે મયુર અને અજાણ્યા શખ્સે ઝઘડો કરી ધોકાથી ફટકારતા સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બીડીવીઝન પોલીસને જાણ કરી હતી.વધુમાં ઈજાગ્રસ્તના ભાઈએ જણાવ્યું હતું કે મે મયુરને રૂ।.એક હજાર ઉછીના આપેલ હતાં. જેમની ઉઘરાણી માટે હું તેમની ઘરે ગયો હતો. ત્યારે તેની માતાએ મને પૈસા આપી દીધેલ હતાં.બાદમાં દારૂના નશામાં આવેલ વિશાલે તે મારી માતા પાસેથી પૈસા કેમ માંગ્યા કહી મારામારી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.