સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ડ્રોન અને રોબોટીકસ નો વર્કશોપ યોજાયો - At This Time

સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ડ્રોન અને રોબોટીકસ નો વર્કશોપ યોજાયો


અમરેલી સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ડ્રોન અને રોબોટીકસ નો વર્કશોપ યોજાયો.ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ અમરેલી ખાતે ડ્રોન અને રોબોટિક્સ પર બે દિવસનો વર્કશોપ યોજાયો. રેડ હોરાઇઝન કંપનીના ૪ મેમ્બરો દ્વારા વિદ્યાર્થીઓને ટેકનિકલ માહિતી આપની વિશેષ ટ્રેનીંગ આપવામાં આવી. આ ૨ દિવસ દરમિયાન ૮૦ વિદ્યાર્થીઓએ આ વર્કશોપનો લાભ લીધો. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની ઈલેક્ટ્રોનિક ડીવાઈસ જોડીને અલગ અલગ પ્રકારના રોબોટ અને ડ્રોન જાતે તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વર્કશોપની અંદરથી વિદ્યાર્થીઓ કોડીંગ દ્વારા કઇ રીતે સર્કિટ બનાવવી, રિમોટ કંટ્રોલ કઇ રીતે તૈયાર થાય તેની સવિશેષ માહિતી મેળવી સમગ્ર વસ્તુઓ જાતે બનાવી હતી. આ વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ ટેકનોલોજી થી પરિચિત થાય અને વિદ્યાર્થીઓમાં વિશેષ ટેકનીકલ સ્કીલ ડેવલપ થાય તેવા હેતુથી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.