જિલ્લા ચૂંટણી અધિકારી ડો. જીન્સી રોયે વેબ કાસ્ટીંગ કંટ્રોલ રૂમ તેમજ એમ.સી.એમ.સી. કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સમીક્ષા કરી - At This Time

જિલ્લા ચૂંટણી અધિકારી ડો. જીન્સી રોયે વેબ કાસ્ટીંગ કંટ્રોલ રૂમ તેમજ એમ.સી.એમ.સી. કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સમીક્ષા કરી


લોકસભા ચૂંટણી-2024 અન્વયે મતદાન પ્રક્રિયા અંતર્ગત બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત વેબ કાસ્ટીંગ કંટ્રોલ રૂમ અને એમ.સી.એમ.સી. કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીશ્રીઓ પાસેથી વિવિધ વિગતો મેળવી અને જરૂરી સૂચનાઓ આપી હતી અત્રે મહત્વનું છે કે જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા મતદાન મથકો પર થતી ગતિવિધિ પર નજર રાખવા માટે વિવિધ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે જેની મદદથી મતદાન મથકો પર નજર રાખવામાં આવી રહી છે આ સીસીટીવી દ્વારા થતાં વેબકાસ્ટિંગ પર નજર રાખવા માટે કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જ્યાંથી સમગ્ર જિલ્લામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા દ્વારા મિનિટ ટૂ મિનિટ અને સેકન્ડ ટૂ સેકન્ડ જોઈને વૉચ રાખવામાં આવી રહી છે જ્યારે એમ.સી.એમ.સી. ખાતેથી રાઉન્ડ ધ ક્લોક મીડિયા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.