મહિલા એ દેશ અને સમાજને આગળ લઈ જવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે, તેથી સ્ત્રી સશક્તિકરણ માટે આવા મહિલા સંચાલિત બૂથ એ ખુબ જ આવકારદાયક છે...: સખી બૂથ પ્રિસાઈડિંગ ઓફિસર - At This Time

મહિલા એ દેશ અને સમાજને આગળ લઈ જવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે, તેથી સ્ત્રી સશક્તિકરણ માટે આવા મહિલા સંચાલિત બૂથ એ ખુબ જ આવકારદાયક છે…: સખી બૂથ પ્રિસાઈડિંગ ઓફિસર


આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક મહિલા પણ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર મતદાન રૂપી પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામા આવ્યા છે આ તકે બોટાદના ખારા વિસ્તારમાં વિજય સોસાયટી પ્રાથમિક શાળાનાં સખી મતદાન બૂથ પર પ્રિસાઈડિંગ ઓફીસર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીશ્રી એ બૂથની વિશેષતા વિશે જણાવ્યું હતું જેના અનુસંધાને સમગ્ર બોટાદ જિલ્લામાં આવા ૧૪ મહીલા બૂથનુ આયોજન કરવામાં આવ્યું છે જે દરેક બૂથમાં તમામ મહિલા કર્મચારીશ્રીઓ દ્વારા જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરવામા આવી રહી છે મહિલા દ્વારા સંચાલિત આ સખી બૂથ પર નાના બાળકો માટે ઘોડિયાની પણ સુવિધા પુરી પાડવામાં આવી છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.