દિવ્યાંગ દંપતીએ મતદાન થકી પૂરું પાડ્યું શ્રેષ્ઠ દ્રષ્ટાંત - At This Time

દિવ્યાંગ દંપતીએ મતદાન થકી પૂરું પાડ્યું શ્રેષ્ઠ દ્રષ્ટાંત


બોટાદ જિલ્લાના દિવ્યાંગ આઈકન એવા શ્રી પ્રવીણભાઈ રોજાસરા અને તેમના પત્ની દયાબેન રોજાસરાએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આ અવસર નિમિત્તે તેમને જણાવ્યું હતું કે, મતદાન કર્યા બાદ હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું મેં મારા મત અધિકારનો ઉપયોગ કર્યો તે બદલ મને અત્યંત ખુશી પ્રાપ્ત થઈ છે લોકશાહીના આ મહાપર્વમાં હું અને મારા પત્ની અમે બંને આનંદભેર સહભાગી બન્યા છીએ પ્રવિણભાઇએ મથક પર ઉપલબ્ધ વ્હીલચેર નો ઉપયોગ કરી મતદાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, દયાબેન રોજસરાએ સવારે ગઢડા ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે પ્રવીણભાઈએ બપોરના સમયે બોટાદ ખાતેથી મત આપી પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.