રાજકોટ:કારીગર રૂ.26.72 લાખના દાગીના લઈ નાસી ગયો - At This Time

રાજકોટ:કારીગર રૂ.26.72 લાખના દાગીના લઈ નાસી ગયો


રાજકોટના રૈયા ચોક બાદલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 206માં રહેતા વેપારી કેતનકુમાર ભુપતભાઈ ધકાણ (ઉ.વ.34) એ બંગાળી કારીગર મોફીસુલ ઇસ્લામ સમસૂલ ઇસ્લામ વિરુદ્ધ છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પેલેસ રોડ પર આવેલ ટંકારાવાળા એસટેડ નામની બિલ્ડીગમા પહેલા માળે દુકન નં-7 મા બેસીને સોનાની મજુરીકામ કરી મારુ ગુજરાન ચલાવુ છુ. અને મારો સગો મોટોભાઈ રાકેશ ભુપતભાઈ ધકાણ જે મુંબઈ રહે છે અને મારા માતા જયશ્રીબેન ભુપત ભાઈ ધકાણ જેવો જૂનાગઢના રાણપુર ગામ ખાતે રહે છે.હુ છેલ્લા દોઢ વર્ષથી રાજકોટમાં રહું છું.
અમારે અમારી દુકાનમાં સોનાના કામના કારીગરની જરૂરત હોય જેથી મારા ઓળખીતા મકસદભાઇને કારીગર માટે મે એક મહીના પેહલા તેઓની દુકાન એસ.કે.ગોલ્ડ જે સોની બજારમા આવેલ છે.ત્યા અમોએ વાત કરેલ અને તેઓએ મને જણાવેલ કે,એક કારીગર મુફીજુલ ઇસ્લામ નામના માણસની ઓળખાણ કરાવી હતી અને આ મુફીજુલ પોતે સોનાના કામનો કરીગર હોય અને પોતે વતનમા જઇ પાછો આવશે ત્યારે તમારી ત્યા કામે લાગશે તેવી વાત કરાવી હતી અને આ માણસ ગઇ તા.9 ના રોજ અમારે ત્યા દુકાને આવ્યો અને તેને રૂટિન કામમાં રાખ્યો હતો અને
મારી ત્યાં બીજા કારીગર શબ્બીરભાઇ તથા રઝાકભાઇ તથા આમીરૂલ નામના બીજા ત્રણ કારીગર તથા ચોથો મુફીજુલ ને મે રાખેલ હતો અને આ લોકો સોનાના દાગીના ઉપર મજુરીકામ કરતા હતા. ગઇ તા.12 ના રાત્રીના પણ કામ વધારે હોય ત્રણ કારીગરો જતા રહેલ અને મુફીજુલ ઇસ્લામ જે અમે બંને અમારી દુકાને હાજર રહી અને સોનાનુ કામ કરતા હોય જેથી અમારે ઓડર મુજબનુ કામ પુર્ણ કરવાનું હતું.જેથી હું અને અમારો કારીગર મુફીજુલ બંને જણા નાઈટ શીફટ કરવાના હોય અમે દુકાને હાજર હતા અને મેં મુફીજુલને સોનાના પેન્ડલનુ કામ અલગથી આપેલ હતુ અને મુફીજુલ કામ કરતો હતો.
મને મારા કારીગર મુફીજુલ પર વિશ્વાસ હોય તેથી અમારા સોનાના દાગીના તથા અમારો થડો પણ મુફીજુલ ને આપી દીધો હતો અને જે મારી દુકાનના ટેબલના ખાનામા રાખ્યો હતો.સોનાનો દાગીના જે ઓડર મુજબનો બનાવેલ હતા તે દાગીના આશરે 556 ગ્રામ ના હતા તે મુફીજુલની પાસે હતા.કામ કરતી વેળાએ મને ઊંઘ આવી જતા હું સુઇ ગયો હતો અને આ મુફીજુલે વિશ્વાસધાત કરી સોનાના દાગીના 556 ગ્રામ જેની કિંમત રૂપીયા 26.72 લાખના લઈને વતન જતો રહ્યો હતો.આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ કે.એન.ભૂકણ સહિતના સ્ટાફે કાર્યવાહી આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.