કાળાસર ગામની કન્યા પ્રાથમિક શાળામાં આનંદમેળો ઉજવાયો - At This Time

કાળાસર ગામની કન્યા પ્રાથમિક શાળામાં આનંદમેળો ઉજવાયો


કાળાસર ગામની કન્યા પ્રાથમિક શાળામાં આનંદમેળો ઉજવાયો

આજ રોજ કાળાસર ગામની શ્રી કાળાસર કન્યા પ્રા. શાળામાં ધોરણ ૬ થી ૮ ના બાળકો દ્વારા આનંદમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ બાળકો દ્વારા જાતે જ તૈયાર કરવામાં આવી હતી.આ વાનગીઓમાં ભેળ, દાબેલી,બટેટા ભૂંગળા, પાણીપુરી, સેન્ડવીચ અને વિવિધ પ્રકારના શરબતો બનાવવામાં આવ્યા હતા. આ આનંદ મેળામાં ધોરણ 1 થી 8 ના બધા જ બાળકોએ મન મૂકીને આનંદ મેળાને માણ્યો હતો. કાર્યક્રમના અંતે શિક્ષકો દ્વારા નફા અને ખોટની પણ સમજ આપવામાં આવી હતી. આ મેળાના આયોજનથી બાળકોમાં તર્ક શક્તિ,સમજશક્તિ, સંકલન, સહકાર, અંદાજ કાઢવો વગેરે જેવા ગુણો બાળકોમાં વિકસ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.