એસ.એસ.સી-એચ.એસ.સી બોર્ડના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓના માર્ગદર્શન માટે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઈન નંબર કાર્યરત - At This Time

એસ.એસ.સી-એચ.એસ.સી બોર્ડના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓના માર્ગદર્શન માટે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઈન નંબર કાર્યરત


એસ.એસ.સી-એચ.એસ.સી બોર્ડના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓના માર્ગદર્શન માટે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઈન નંબર કાર્યરત

જિલ્લા શિક્ષણાધિકારી, બોટાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪માં લેવાયેલી ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાનું પરિણામ તા.૦૯/૦૫/૨૦૨૪ના રોજ જાહેર થયું છે. અને ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ની પરીક્ષાનું પરિણામ તા.૧૧/૦૫/૨૦૨૪ના રોજ જાહેર થનાર છે. પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓના માર્ગદર્શન માટે કચેરી દ્વારા હેલ્પલાઈન નંબર તા.૧૦/૦૫/૨૦૨૪થી તા.૨૦/૦૫/૨૦૨૪ આપેલા સમય દરમ્યાન કાર્યરત રહેશે.ડૉ. એમ.કે.પટેલ,(મદદનીશ શિક્ષક) સાંજના ૦૫:૦૦થી રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી ફોન નં. ૯૯૭૮૦૬૮૦૬૯ , વી.ડી.ચાવડા (મદદનીશ શિક્ષક )સવારે ૦૮:૦૦થી બપોરના ૧૧:૦૦ કલાક સુધી ફોન નં. ૯૯૯૮૦૯૧૯૧૦, એ.એમ.મેકવાન, સવારના ૧૧:૦૦થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી ફોન નં. ૭૯૯૦૫૯૪૦૨૮, એસ.એસ.ચૌધરી (ઝોનલ અધિકારી ધોરણ-૧૦), બોટાદ જિલ્લો સવારના ૧૧:૦૦થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી ફોન નં. ૭૯૯૦૬૭૩૫૯૭, આઈ.ડી.ઝાપડીયા (ઝોનલ અધિકારી ધોરણ-૧૨), બોટાદ જિલ્લો, બપોરના ૧૨:૦૦ કલાકથી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ફોન નં. ૯૯૦૪૭૪૨૦૩૧, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર, સવારના ૧૦:૦૦થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી ફોન નં.૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પર સંપર્ક સાધી શકાશે.જેની આચાર્યઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.