સુઈગામના બોરું-મસાલી ગામોના રણમાં જિલ્લા કલેક્ટરના બિનઅધિકૃત પ્રવેશના જાહેરનામા નો સરેઆમ ભંગ જવાબદાર તંત્ર ઊંઘમાં.? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uhdrzwssgvrjvwnh/" left="-10"]

સુઈગામના બોરું-મસાલી ગામોના રણમાં જિલ્લા કલેક્ટરના બિનઅધિકૃત પ્રવેશના જાહેરનામા નો સરેઆમ ભંગ જવાબદાર તંત્ર ઊંઘમાં.?


સુઈગામ તાલુકાના બોરું-મસાલી ના રણમાં ગત બાવીસમી માર્ચે જવાબદાર વિભાગોના સયુંકત તંત્ર દ્વારા દબાણ હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બોરું-મસાલીના અનસર્વેયડ રણમાંથી એક વિશાળ કંપની નું દબાણ દૂર કરી લાખોનો માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જો કે રણ પાકિસ્તાન બોર્ડર પર આવેલ હોઈ જિલ્લા કલેક્ટરએ તેમને મળેલ 144ની સતાની રુએ જાહેરનામું પ્રસિદ્ધ કરી બિનઅધિકૃત પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો હતો અને અધિકારી અને કર્મચારીઓને બિન અધિકૃત પ્રવેશ પર કડક કાર્યવાહી કરવાનું સૂચવ્યું હતું, પરંતુ રણમાં જિલ્લા કલેક્ટર ના જાહેરનામા નો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે.ધોળા દિવસે મીઠાની ગાડીઓ ભરીને અવર-જવર કરી રહી છે તો જેમને જાહેરનામા માં કલેક્ટર દ્વારા જવાબદારી સોંપાઈ છે તેઓને જાહેરનામા નો ભંગ કરી રહેલ તત્ત્વો કેમ નહીં દેખાતા હોય.9925923862


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]