બાલાસિનોર દશામાના વ્રતની સ્થાપના આજથી દિવાસા ના દિવસથી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rk2tuwghjg4k1dms/" left="-10"]

બાલાસિનોર દશામાના વ્રતની સ્થાપના આજથી દિવાસા ના દિવસથી કરવામાં આવી


રંગ બીરંગી મૂર્તિઓ શણગાર કરી સજાવી જોવા મળી

- દશામાંના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ

દશામાના વ્રતની પૂજા વિધિ ચાલુ કરવામાં આવી

શ્રાવણ માસ ચાલુ થતાં ધાર્મિક તહેવારોની સિઝન પણ ચાલુ થઈ જાય છે, દશામાંના તહેવારની ઉજવણી અમાવશથી ચાલુ થાય છે, સમગ્ર હિન્દુ આસ્થા મુજબ, જિલ્લામાં, સમગ્ર ગુજરાતમાં તેમજ સમગ્ર ભારત વર્ષમાં દશામાંના તહેવારની ઉજવણી કરવામાં આવે છે, છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોનાને લીધે સીમિત માત્રામાં તહેવારની ઉજવણી કરવામાં આવતી હતી. પણ આ વર્ષે મૂર્તિકારો છૂટથી મૂર્તિઓ વેચવા માર્કેટમાં આવેલ છે ,તેમના પાસે રંગ બીરંગી- નાની મોટી દરેક પ્રકારની મૂર્તિઓ શણગાર કરી સજાવી જોવા મળી રહી છે, વિવિધ જાતની મૂર્તિઓ જોઇ માઁ દશામાંના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવાઇ રહેલો જોવા મળી રહેલ છે તેથી ભક્તોના દિલમાં ખુશીનો માહોલ જોવા મળી રહેલ છે.
ધાર્મિક શાસ્ત્રો મુજબ માઁ દશામાંના વ્રતનો તહેવાર અમાવાસથી ચાલુ થાય છે। માઁ દશામાના ભક્તો દશ દિવસ સુધી દશામાંની સ્થાપના પોતાના ઘરે કે ગામમાં કરવામાં આવે છે, રોજ સવારે પવિત્ર થઈ માઁ દશામાના ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે. અને દસ દિવસ સુધી માઁ દશામાંની સેવા પૂજા કરવામાં આવે છે અને અમુક વિસ્તારોમાં તો રોજ માઁ દશામાંના ગરબા તેમજ જાગરણ પણ કરવામાં આવે છે. બાલાસિનોર બજાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ માઁ દશામાંના તહેવારને લઈ અનેરો ઉત્સાહ જોવાઇ રહેલો છે, હવે બે વિસો બાકી રહેલા હોવાથી માઁ દશામાંના ભક્તોનો મૂર્તિ લેવા માટે ઘસારો જોવા મળી રહેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]