આણંદ જિલ્લાના આયર્ન લેડી તરીકે જાણીતા શ્રીમતી અલ્પાબેન પટેલ... - At This Time

આણંદ જિલ્લાના આયર્ન લેડી તરીકે જાણીતા શ્રીમતી અલ્પાબેન પટેલ…


આણંદ જિલ્લાના આયર્ન લેડી તરીકે જાણીતા શ્રીમતી અલ્પાબેન પટેલ...

નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ, આણંદ ના સ્થાપક પ્રમુખ
આણંદ જિલ્લાના આયર્ન લેડી તરીકે જાણીતાં શ્રીમતી અલ્પાબેન સમીરભાઈ પટેલ મૂળ બોરસદ તાલુકા ના ભાદરણ ગામ ના વતની છે.
તેવો બિનવારસુ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે જાણીતા છે.
જે લાવારીશ મૃતદેહો પોલીસ કે નગરપાલિકા મળે
તે પણ અલ્પાબેન તેને ભારતીય પરંપરા મુજબ શાસ્ત્રોક્ત
વિધિ કરી ભાવપૂર્વક પરમેશ્વરને પ્રાર્થના કરી મૃતદેહને મુખાગ્નિ અર્પે છે.
આ વાત છે એ મહિલા કે જે બહેનોની દીદી,
ગરીબ બાળકોની માતા, વડીલોની દીકરી,
પીડિત જનોની પથદર્શક અને બિનવારસું મૃતદેહોની વારસદારની ભૂમિકા નિઃસ્વાર્થ અને નિસ્પૃહ ભાવે
નિભાવે છે.
જે મૃતદેહો તરફ કોઈ જોવા સુધ્ધાં તૈયાર નથી હોતું,
તેવા બિનવારસુ મૃતદેહોના વારસ બની આ મહિલા વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કરી સદભાવના દાખવી માનવતાને દીપાવી રહ્યા છે.

અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે,
ચરોતર ભૂમિની દીકરી હોવાથી અને સવર્ણ સમાજ સાથે જોડાયેલી હોવા છતા
આ કામનો મેં સ્વીકાર કર્યો છે.
શરૂઆતમાં થોડા ગમા અણગમા વચ્ચે પણ મારું કામ ચાલુ રાખ્યું અને આજે મારું કામ સર્વ પ્રિય બન્યું છે.

અત્યારસુધીમાં 550 જેટલા મૃતદેહોને મુખાગ્નિ આપી

અલ્પાબેને જણાવ્યુ હતું કે,
અવાર નવાર મળવાને કારણે આપણી લાગણી પણ
તેઓ સાથે બંધાઈ ગઈ હોય,
જેને લઈ આ બિનવારસુ મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરવાની સેવા પણ પ્રાપ્ત થઈ.
એક મહિલા હોવા છતાં મેં અત્યાર સુધીમાં 550
જેટલા મૃતદેહોને મુખાગ્નિ આપી છે.
પ્રથમ વખત ખૂબ બેચેની હતી.
પરંતુ, બિનવારસુ મૃતદેહ જોઈ અંતર પણ એટલું જ દુઃખી હતું.
મારા પતિએ સહિયારો કર્યો,
હિંમત આપી અને આ પુણ્યકાર્ય શરૂ થયું હતું.
આજે આ સેવકાર્યોનું સુગંધ પ્રસરી છે.
જેને લઈ અન્ય સેવાભાવી લોકો પણ જોડાયા છે.
હાલ તેઓની સંસ્થા આણંદ ઉપરાંત ખેડા, પંચમહાલ, મહીસાગર ,વડોદરા જિલ્લામાં કાર્યરત છે.

વાવાઝોડામાં મોબાઈલની બેટરીની લાઇટથી અગ્નિસંસ્કાર કર્યાં

ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાના સમયે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા.
તે સમયે ઠેર-ઠેર જગ્યાએ લાઈટ ન હતી.
એવા સમયમાં રાત્રીનાં 8 વાગ્યા બાદ બે ડેડબોડીનો અલ્પાબેનને અંધારું હોવા છતા બાઈકની લાઈટ અને મોબાઇલની બેટરી મદદથી અગ્નિસંસ્કાર કર્યાં હતા.

453 વિદ્યવા બહેનોને પગભર કર્યા

અપરિચિત,માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને, વૃદ્ધ ભિક્ષુકોને તેઓએ ગુજરાતના પરિચિત આશ્રમોમાં પહોંચાડી તેઓને નવજીવન આપ્યું છે.
તેઓએ કૌટુંબિક કકળાટ પીડિત 9500થી વધુ બનાવોમાં માર્ગદર્શક અને મદદકર્તા રહ્યા છે.
અલ્પાબેને જણાવ્યું હતું કે,
453 વિધવા બહેનોને પોતાના પગભર બનવા માટે
સંસ્થા દ્વારા સ્ત્રીઓને સીવણકામ, ભરતગુંથણ, સાબુ અને દિવેટ બનાવવાનું ગૃહઉદ્યોગ, રસોઈકળા વગેરે જેવા કામમાં તાલીમ આપીને ઘરે બેઠા કમાણી કરી
શકે એટલી સક્ષમ બનાવવામાં આવે છે.
આટલું જ નહી પણ શિક્ષણ ક્ષેત્રે ગરીબ બાળકોને અભ્યાસ સાધનો, ચોપડીઓ, નોટબુક, કપડાં, વગેરે સહાય કરે છે.

9426555756


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.