ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં તલાટી મંત્રીઓની હડતાલ થી કામગીરી નહીં થતાં અરજદારોને હેરાનગતિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rflh1jbhb3wa9x9t/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં તલાટી મંત્રીઓની હડતાલ થી કામગીરી નહીં થતાં અરજદારોને હેરાનગતિ


ડિઝાસ્ટર તથા રાષ્ટ્રિય પર્વના સન્માન માટે તા.13 થી.15. ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા ના દરેક ગામે કાર્યક્રમો યોજાશે. આ બંને કામગીરી સિવાયની તમામ કામગીરી સરકાર દ્વારા યોગ્ય ન્યાય મળે છે નહીં ત્યાં સુધી બંધ રહેશે તેમ તલાટી કમ મંત્રીના પ્રમુખ રાજેશભાઈ વાળા ની યાદીમાં જણાવ્યું છે

કોડીનાર પંથકના 52 ગામોમાં સેવા આપતા 30 તલાટી કમ મંત્રી અચોકસ 30. તલાટી કમ મંત્રીઓ ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા કોડીનાર પંથકમાં ગામ પંચાયતોની રોજિંદી કામગીરી થતા ગ્રામીણ પ્રજા તથા ખેડૂત તો હેરાન પરેશાન થઈ ગયા છે

કોડીનાર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના અધિકારીઓએ હડતાલની શરૂઆત કરતા પહેલા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું તેમાં જણાવ્યું હતું કે નવ માસ પહેલા તલાટી મંત્રી દ્વારા ચોક્કસ મુદતની હડતાલ ની શરૂઆત કરી તલાટી કમ મંત્રીઓની પડતર માંગણી નું ટૂંક સમયમાં નિવારણ લાવવા સરકારે ખાતરી સાથે વસંત આપેલ સત્તા પણ નવ માસ પછી પણ સરકારે તલાટી કમ મંત્રી મંડળને યોગ્ય ન્યાય આપવા આળસ રાખી હોય ફરી લડત શરૂ કરી છે કોડીનાર પંથક 52 ગામોમાં સેવા આપતા તમામ તલાટી મંત્રી હડતાલ ઉપર ઉતરી જતા ગ્રામીણ વિસ્તારની લોક ઉપયોગી સેવા કે જેવી આવક ના દાખલા જન્મ મરણ વિધવા સહાય પીએમ કિસાન જીઈબી ના દાખલા બેંકો ના દાખલા પાણીપત્રક રેવન્યુ વગેરે કામગીરી થપ થઈ જતા ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગઈ હશે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]