અમદાવાદના પ્રખ્યાત પત્રકાર ગૌતમ મહેતા નું નિધન - At This Time

અમદાવાદના પ્રખ્યાત પત્રકાર ગૌતમ મહેતા નું નિધન


ગૌતમભાઈ ક્રાઈમ રિપોર્ટિંગ માં તેમની કુશળતા અને પત્રકારત્વ પ્રત્યે ના જુસ્સા માટે જાણીતા હતા. તેમણે પ્રમાણિકતાના મામલે પણ એક અનોખી છાપ છોડી છે. જીવનના અંતિમ દિવસોમાં ગૌતમભાઈ ડિમેન્શીયાના શિકાર થતા તેમની મોટરસાયકલ પણ ભૂલી જતા હતા. પરંતુ ફોટોગ્રાફ લેવાનો ભૂલતા ન હતા. ગૌતમભાઈ છેલ્લા છ મહિનાથી ખૂબ જ બીમાર હતા. વાસ્તવમાં ગૌતમભાઈ નો પત્રકારત્વ પ્રત્યેનો જુસ્સો ગાંડપણ હદ હતો. 14 ડિસેમ્બર 1952 ના રોજ જન્મેલા ગૌતમ મહેતા વર્ષ 1974 -75 માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયા હતા. ગૌતમભાઈની કારકિર્દી સિદ્ધિ રિપોર્ટર કે ફોટોગ્રાફર તરીકે શરૂ થઈ ન હતી પરંતુ તેમની નિમણૂક સ્ટેનો ટાઈપિસ્ટ તરીકે થઈ હતી .આજની યુવા પેઢી કદાચ આ પદ પર કામ કરતી વ્યક્તિની ભૂમિકા ને પણ નહીં સમજે. એ યુગ માં ન તો કમ્પ્યુટર હતા ન તો ઇન્ટરનેટ. જે વ્યક્તિ શોર્ટ હેન્ડ શીખીને કોઈ ભાષણ કે આદેશને નોટ કરી શકતો હતો અને પછી તેને ટાઇપ રાઇટર દ્વારા ટાઈપ કરી શકતો હતો. તેને સ્ટેનો ટાઈપિસ્ટ કહેવામાં આવતા હતા. સ્ટેનોગ્રાફર અને ટાઈપિસ્ટ નું કામ એક સાથે કરનાર વ્યક્તિ ગૌતમ મહેતા તે સમયે ટાઈમસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ આવૃત્તિ ના સંપાદકીય પ્રભારી હતા. જેમની પોસ્ટ ન્યુઝ એડિટર હતી, તેમના સ્ટેનો ટાઈપિસ્ટ હતા. તે દિવસોમાં અમદાવાદમાં પ્રખ્યાત પત્રકાર પીજી મહાદેવન ટી ઓ આઈ ના ન્યુઝ એડિટર હતા. તેમના સ્ટેનોગ્રાફર માંથી એક જીએમ શાહ અને બીજા ગૌતમ મહેતા હતા. ગૌતમ મહેતા પછીથી પીએની ભૂમિકામાં આવ્યા હતા. ઘણી વખત ગૌતમભાઈ ઘટના બને તે પહેલા જ પહોંચી જતા હતા. ક્યારેય તેના સૂત્રો વિશે બોલતા ન હતા પરંતુ પ્રખ્યાત ડોન અબ્દુલ લતીફના એન્કાઉન્ટર સાથે સંબંધિત વાસ્તવિક વાર્તા કોઈની પાસે હતી તો તે ગૌતમ મહેતા પાસે હતી. અબ્દુલ લતીફ જેના જીવન પર શાહરુખખાને રહીશ નામની ફિલ્મ બનાવી તે લતીફ ના એન્કાઉન્ટરની જાણ પણ સૌથી પહેલા કોઈને થઈ હતી તો તે ગૌતમભાઈ હતા. ગૌતમભાઈએ ગુનાખોરીની દુનિયા અને ગુજરાતના ચર્ચિત એનકાઉન્ટર્સ પર પુસ્તક લખ્યું હોત તો ચોકાવનારું હોત. તેવા જાંબાઝ પત્રકાર ગૌતમભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પિત.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.