હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલી ટાવેરા ગાડી ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૩,૬૭,૮૨૦ / - નો મુદ્દામાલ - At This Time

હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલી ટાવેરા ગાડી ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૩,૬૭,૮૨૦ / – નો મુદ્દામાલ


હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલી ટાવેરા ગાડી ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૩,૬૭,૮૨૦ / - નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ નાઓએ પ્રોહીબીશનની બદી સંપુર્ણપણે નાબુદ કરી નાંખવા આપેલ સુચના આધારે પો.ઇન્સ . એલ.સી.બી. શ્રી એમ.ડી.ચંપાવતનાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા , તથા પો.કો. અમરતભાઇ , પ્રહર્ષકુમાર , પ્રકાશભાઇ , અનિરૂધ્ધસિંહ , ડ્રા.પો.કો. કાળાજી , રમતુજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ . ઉપરોક્ત ટીમના માણસો આજરોજ હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે . વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન કાંકણોલ તરફ જતાં આ.પો.કો. અનિરૂધ્ધસિંહ ઇન્દ્રસિંહ બ.નં .૧૫૦ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , ” એક સફેદ કલરની ટાવેરા ગાડી નંબર GJ - 18 - AX - 2735 નીમાં એક ઇસમ રાણી બોર્ડર તરફથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગાંધીનગર તરફ જનાર છે ” જે બાતમી હકીકત આધારે મોજે કાંકણોલ પાટીયા શંકર આશ્રમ પાસે હિંમતનગર ગાંભોઇ હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી ગાંભોઇ તરફથી આવતા વાહનોની વોચમાં હતાં દરમ્યાન ઉપરોક્ત બાતમી મુજબની સફેદ કલરની તવેરા ગાડી નંબર GJ - 18 - AX - 2735 ની આવતા રોડ બ્લોક કરી ગાડીને રોકી ડ્રાયવરનું નામઠામ પુછતાં પોતાનું નામ નરેશકુમાર દશરથભાઇ પાંડોર , ઉ.વ .૩૫ , મુળ રહે . લીમડા , તા . વિજયનગર , જી . સાબરકાંઠા . હાલ રહે . જ - ટાઇપ , ૭૦/૦૩ , ગવર્મેન્ટ કવાટર્સ , ગાંધીનગર સદર પકડાયેલ બાતમી મુજબની ગાડીમાં જોતાં ભારતીય બનાવટના ઇગ્લીશદારૂ / બિયર પેટી નંગ -૧૪ જે કુલ્લે બોટલ / ટીન નંગ -૨૭૬ કિ.રૂ .૬૨,૮૨૦ / - તથા સફેદ કલરની ટાવેરા ગાડી GJ - 18 - AX - 2735 નંબરની જેનો એન્જીન નંબર 3FP181857 તથા ચેચીસ નંબર MA6ABCF5EEH007236 નો હોઇ તેની કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / - તથા મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ .૫૦૦૦ / - મળી કુલ્લે કિ.રૂ. ૩,૬૭,૮૨૦ / - ના મુદ્દામાલ સાથે આરોપી નરેશકુમાર દશરથભાઇ પાંડોર , ઉ.વ .૩૫ , મુળ રહે . લીમડા , તા . વિજયનગર , જી . સાબરકાંઠા . હાલ રહે . જ - ટાઇપ , ૭૦ / ૦૩ , ગવર્મેન્ટ કવાટર્સ , ગાંધીનગર નાઓને તા .૩૦ / ૦૮ / ૨૦૨૨ ના રોજ અટક કરી આરોપી વિરૂધ્ધ હિંમતનગર એ ડીવીઝન સી ગુ.ર.નં .૧૧૨૦૯૦૧૬૨૨૦૮૪૨ / ૨૦૨૨ ધી ગુજરાત પ્રોહિ એકટ ક .૬૫ એઇ , ૮૧ મુજબનો ગુન્હો નોંધી પ્રોહી ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ તપાસ અર્થે એલ.સી.બી. ખાતે સોંપેલ છે .

અહેવાલ
આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.