હિંમતનગર તાલુકાના રૂપાલ, રાયગઢ અને અડપોદરામાં વંદેગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા - At This Time

હિંમતનગર તાલુકાના રૂપાલ, રાયગઢ અને અડપોદરામાં વંદેગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા


*હિંમતનગર તાલુકાના રૂપાલ, રાયગઢ અને અડપોદરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા*
**************
*ઇડર તાલુકાના ચિત્રોડા, મોટા કોટડા અને શેરપુરમાં રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.*
****************
ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધ્યો છે અને હજુ પણ સરકારની કલ્યાણકારી યોજનાઓ નિરંતર ચાલી રહી છે.સરાકારની માનવલક્ષી કલ્યાણકારી યોજનાઓ ગામડાંના છેવાડાના લોકોને મળી રહે તે માટે વંદે ગુજરાત વિકાસ રથ ગામડે ગામડે ફરી રહ્યો છે. ત્યારે આ વિકાસ રથ હિંમતનગર અને ઇડર તાલુકામાં આવી પહોંચતા રથ યાત્રાનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે MMY યોજનાના લાભાર્થીઓને કીટ,સૌથી વધુ દૂધ ભરાવતા પશુપાલકોને દૂધ ડેરી તરફથી હાઇબ્રીડ બિયારણની કીટ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ,અનુસૂચિત જાતિના લાભાર્થીઓને બાજરી બિયારણની કીટ વગેરે લાભો મહાનુભવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરાયા હતા.
આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગર ખાતેની વિકાસ યાત્રામાં તાલુકા પંચાયત સદસ્યશ્રીમતિ દક્ષાબેન પટેલ,અગ્રણીશ્રી ભરતભાઇ ગોંડલીયા, તાલુકા વિકાસ અધિકારી મિલિંદભાઈ દવે, સરપંચ શ્રી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આબીદ અલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.