રૈયારોડ કિરણ ડ્રાયફ્રુટ્સમાં વાસી કાજુ, બદામનો, રૂદ્રમ બેકરીમાં વાસી પફનો જથ્થો મળ્યો - At This Time

રૈયારોડ કિરણ ડ્રાયફ્રુટ્સમાં વાસી કાજુ, બદામનો, રૂદ્રમ બેકરીમાં વાસી પફનો જથ્થો મળ્યો


રાજકોટ મહાપાલિકાની ફડશાખા દ્રારા ભાવનગર રોડ, માંડાડુંગર, આજી ડેમ ચોકડી, મવડી મેઈન રોડ, બાપા સીતારામ ચોક, રૈયારોડ, નાણાવટી ચોક, ગુંદાવાડી, સિંધી કોલોની મેઈન રોડ પર ડ્રાઈવ ગોઠવી ટીમ દ્રારા ચેકિંગ હાથ ધરાયું હતું. સેમ્પલો લેવાયા હતા. ફડ લાયસન્સ ન હોય તેવા ખાણીપીણીના સ્થળોને નોટિસો અપાઈ હતી. ગરમીની સીઝન હોવાથી કોલ્ડિ્રંકસ તથા મવડી રોડ પર રામ ઔર શ્યામ ગોલામાં પણ તપાસ કરાઈ હતી. યારે રૈયારોડ પર કિરણ ડ્રાયફ્રત્પટસ પેઢીમાંથી વાસી ચેવડો, કાજુ, બદામનો જથ્થો અને નાણાવટી ચોક પાસે રૂદ્રમ બેકરીમાં વાસી પફનો જથ્થો મળી આવતા નાશ કરી નોટિસ અપાઈ હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફડ વિભાગ દ્રારા ફડ સેફટી ઓન વ્હિલ્સ વાન સાથે માંડા ડુંગર, આજી ડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં જય જલારામ ઘૂઘરા, પિતૃકૃપા કોલ્ડિં્રકસ, યોગી એન્ટરપ્રાઈઝ, વિક્રમ પ્રોવિઝન સ્ટોર, આદર્શ પાન એન્ડ કોલ્ડિ્રંકસ, ચોરસીયા સમોસા, માધવ કોલ્ડિ્રંકસ, તુલસી પાન, સમ્રાટ લાઈવ પફ, દ્રારકાધીશ પ્રોવિઝન સ્ટોર, દ્રારકાધીશ પાન સેન્ટર, દ્રારકાધીશ ટી સ્ટોલ, ગોકુળ ગાંઠિયા, જય ગોપાલ જનરલ સ્ટોર, પિતૃકૃપા જનરલ સ્ટોર, રામનાથ પાન, અરમાન પ્રોવિઝન સ્ટોર, ખોડિયાર પાન, આજી સુપર માર્કેટ, પિતૃ કોલ્ડિ્રંકસની જનલર ચકાસણી કરવામાં આવેલ અને દૂધ, ઠંડાપીણા, મસાલા તથા ખાધતેલ મળી ૧૫ નમુનાની સ્થળ ચકાસણી કરાઈ હતી.યારે ફડ સેફટી ઓન વ્હિલ્સ વાન સાથે મવડી મેઈન રોડ, બાપા સીતારામ ચોક વિસ્તારમાં લાયસન્સ અંગે અવેરનેસ ડ્રાઈવ તથા ચકાસણી કરવામાં આવેલ જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ.
જેમાં જોગમાયા કોલ્ડિ્રંકસ, હરભોલે કોલ્ડિ્રંકસ, મોમાઈ હોટલ એન્ડ પાન, બાપા સીતારામ દાળ પકવાન, જાનકી પાન એન્ડ ટી સ્ટોલ, જય ખોડિયાર કોલ્ડિ્રંકસ, જલ્પા કોલ્ડિ્રંકસ, શ્રી પાન એન્ડ કોલ્ડિ્રંકસને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા વડી પાન એન્ડ કોલ્ડિ્રંકસ, ટૂ ડે આઈસ્ક્રીમ, રાજસ્થાન નાસ્તા, મુરલીધર ડેરી ફાર્મ, અનામ ઘૂઘરા, જે.પી. સોડા, રાજમંદિર કોલ્ડિ્રંકસ, બાલાજી સેન્ડવીચ, શિવશકિત ડેરી ફાર્મ, અલ્કા કોલ્ડિ્રંકસ, રામ ઔર શ્યામ ગોલાવાલા, શિવમ પાન એન્ડ કોલ્ડિ્રંકસની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
નમુનાની કામગીરી ગુંદાવાડી શાકમાર્કેટ રોડ પર, વિદુર ગાયનું ઘી (૫૦૦ પેક), ભાગ્યોદય અનાજ ભંડાર તથા અરિહતં બિઝનેસ સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર પરથી નમુના લેવાયા. યારે સિંધી કોલોની મેઈન રોડ પર જલારામ બેકર્સમાંથી રાજભોગ કૂકીઝના નમુના લેવાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.