શહેરમાં છેલ્લા 72 કલાકમાં 27 કેસ નોંધાયા, રોજના સરેરાશ 10, સારવાર હેઠળ 39 દર્દી - At This Time

શહેરમાં છેલ્લા 72 કલાકમાં 27 કેસ નોંધાયા, રોજના સરેરાશ 10, સારવાર હેઠળ 39 દર્દી


શુક્રવારે નવા 5 કેસ સામે 8 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો.

રાજકોટ શહેરમાં ગુરુવારે નવા 12 વ્યક્તિ સંક્રિમત થઈ હતી. જ્યારે શુક્રવારે નવા 5 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ગઇકાલે 8 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આથી 39 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63781 પર પહોંચી છે. છેલ્લા 72 કલાકમાં શહેરમાં નવા 27 કેસ નોંધાતા સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. જેમાં મોટાભાગના દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. શહરેમાં કુલ ટેસ્ટનો આંકડો 18.34 લાખથી વધુ છે અને પોઝિટિવિટી રેટ 3.48 ટકા રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.