સ્વદેશી જાગરણ મંચનાં દવે પરિવારનાં સર્વે સભ્યો સાથે સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશનનાં નિધિ સંગ્રહ અભિયાનમાં મોટી રકમનું દાન આપી સામાજિક દાયિત્વ નિભાવ્યું* - At This Time

સ્વદેશી જાગરણ મંચનાં દવે પરિવારનાં સર્વે સભ્યો સાથે સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશનનાં નિધિ સંગ્રહ અભિયાનમાં મોટી રકમનું દાન આપી સામાજિક દાયિત્વ નિભાવ્યું*


*સ્વદેશી જાગરણ મંચનાં દવે પરિવારનાં સર્વે સભ્યો સાથે સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશનનાં નિધિ સંગ્રહ અભિયાનમાં મોટી રકમનું દાન આપી સામાજિક દાયિત્વ નિભાવ્યું*
સ્વદેશી જાગરણ મંચનાં પશ્ચિમ ક્ષેત્ર સંયોજકશ્રી રમેશભાઈ પોપટભાઈ દવે તથા દવે પરિવાર ના સર્વે સભ્યો સાથે સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશનનાં નિધિ સંગ્રહ અભિયાન માટે તા. 6/4/24 નાં રોજ 51 હજારની નિધિ અર્પણ કરવામાં આવેલ છે. આ પહેલા પણ તેમના પોતાનાં જન્મદિવસે નિધિ સંગ્રહનાં પ્રારંભ વખતે રમેશભાઈ દવે એ 21 000 દાન કરેલ હતું. અને બાદમાં પૂજ્ય માતાજી જયાબેન પોપટભાઈ દવેનાં નિધન થતાં તેમની સ્મૃતિમાં બીજા 51,000 ની રાશી ધન રાશી માન્ય શ્રી સ્વદેશી જાગરણ મંચ ના અખિલ ભારતીય સંયોજક અને પ્રચારક શ્રી કાશ્મીરી લાલજીને દવે પરિવાર સૌ સાથે મળીને આ નિધિ અર્પણ કર્યુ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંતનાં સંયોજક હિતેનભાઈ ત્રિવેદી તેમજ ગુજરાત પ્રાંતનાં સ્વદેશી જાગરણ મંચનાં પ્રચારકજી મનોહર લાલ અગ્રવાલ તેમજ પ્રાંત ટીમનાં સર્વે કાર્યકર્તાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

આમ દવે પરિવારે ખુશી અને દુખદ બંને પ્રસંગોએ કુલ 72 હજારનું માતબાર દાન આપી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું અને લોકો માટે એક ઉત્કૃષ્ટ ઉદહરણ પૂરું પાડ્યું છે.સ્વર્ણિમ ભારતવર્ષ ફાઉન્ડેશનનાં નિધિ સંગ્રહ અભિયાન ભારતનાં યુવાનોને રોજગારી પુરી પાડનાર સ્વાવલંબી ભારતનું અભિયાન છે.
દરેક જિલ્લામાં આવેલ દાનની રકમથી જિલ્લા સ્વાવલંબન કેન્દ્ર ખોલવામાં આવશે અને યુવાનોને સ્વાવલંબી બનાવા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. બેરોજગારી નાબૂદ કરવા અને દેશની GDPમાં યુવાનોનું યોગદાન વધારવા માટે આખા દેશમાં સ્વાવલંબી ભારત અભિયાન ચલાવવામાં આવે છે. ‌આવાં ઉમદા કાર્યમાં યોગદાન આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.