જાયન્ટસ ગ્રુપ બોટાદ દ્વારા જ્ઞાનમંદીર વિદ્યાલય તરધરાના વાર્ષિક ઉત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

જાયન્ટસ ગ્રુપ બોટાદ દ્વારા જ્ઞાનમંદીર વિદ્યાલય તરધરાના વાર્ષિક ઉત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


જાયન્ટસ ગ્રુપ બોટાદ દ્વારા જ્ઞાનમંદીર વિદ્યાલય તરધરાના વાર્ષિક ઉત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જ્ઞાનમંદિર વિદ્યાપીઠના વાર્ષિક ઉત્સવ અને મોટીવેશનલ સ્પીકર પારસ પાંધીના કાર્યકમ દરમિયાન બોટાદમાં આવેલ શ્રીમતી સોનાલીબેન અપૂર્વભાઈ શાહ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ બ્લડ ડોનેશન કેમ્પમાં કાર્યક્રમમાં પધારેલ શાળા સંચાલક ટ્રસ્ટીગણ,શિક્ષકો,વાલીઓ તેમજ અન્ય મહેમાનોએ બ્લડ ડોનેશન કરી ઉત્સવને યાદગાર બનાવેલ. બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન 45 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવેલ જે શ્રીમતી સોનાલીબેન અપૂર્વભાઈ શાહ બ્લડ બેન્ક બોટાદને અર્પણ કરવામાં આવેલ.રક્તદાન એ મહાદાન સૂત્રને સાર્થક કરી માનવસેવાનું કાર્ય કરેલ.આ પ્રોજેક્ટને સફળ બનાવવા જાયન્ટસ ગ્રુપ બોટાદના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,મનીષભાઈ મકવાણા,મુકેશભાઈ જોટાણીયા,સંજયભાઈ પટેલ પ્રકાશભાઈ ભીમાણી,દીપકભાઈ માથુકિયા અને પ્રફુલભાઈ માથૂકીયા ઉપસ્થિત રહેલ.કેમ્પમાં મુકેશભાઈ જોટાણીયાએ પોતાનું ૧૩૭ મી વાર બ્લડ ડોનેટ કરી પ્રેરણા આપેલ. કેમ્પમાં બોટાદ બ્લડ બેંકની ટીમએ જહેમત ઉઠાવેલ.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.