દારૂના ગુનાના બે આરોપીઓ પર 50હજારનું ઇનામ જાહેર. - At This Time

દારૂના ગુનાના બે આરોપીઓ પર 50હજારનું ઇનામ જાહેર.


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને ગાંભોઈ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી લેવા સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર દ્વારા 50હજાર ઇનામ જાહેર કરાયું છે. પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલાય સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ આવા આરોપીને માહિતી આપનાર નાગરિકને રોકડ ઇનામ આપવા માટે જાહેરાત કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને ગાંભોઈ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓ જેમાં ભરત ઉદાજી ડાંગી રહે.ઉદયપુર રાજસ્થાન તેમજ ભવરલાલ મોતીલાલ દરજી ઉદયપુર રાજસ્થાન એમ બંને આરોપીઓ ની માહિતી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવા માટે ગૃહ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
બંનેની માહિતી આપનારને પોલીસ ઇનામ અપાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.