જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ -સાહેલી દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં માં ૧૧૧ કુટુંબો ને ગોળ વિતરણ કરાયું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ -સાહેલી દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં માં ૧૧૧ કુટુંબો ને ગોળ વિતરણ કરાયું


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ -સાહેલી દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં માં ૧૧૧ કુટુંબો ને ગોળ વિતરણ કરાયું

આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા પાળિયાદ રોડ વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી સલ્મ વિસ્તારમાં ૧૧૧ પરિવાર ને એક એક કિલો ગોળ નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ શક્તિ નો રાજા અને લોહ તત્વ થી ભરપૂર ગોળ ઝૂંપડપટ્ટી વિસ્તાર ના પરિવાર ના કુપોષણ બાળકો ને વધુ ઉપયોગી નીવડશે આ પ્રસંગે સાહેલી ના પ્રમુખ હેમલતાબેન દેસાઈ , જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ના ઉપ પ્રમુખ કેતન રોજેસરા , યુનિટ ડીરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , સાહેલી ના સેક્રેટરી સોનલબેન આદેસરા ,ઉપ પ્રમુખ દિનાબેન વડોદરિયા , ડો.નયના બેન સોલંકી (આશાપુરા હોસ્પિટલ - બોટાદ ) , નાદિરા બેન દરેડિયા , બેલા બેન રોજેસરા , જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા તથા સભ્યો ઉપસ્થિત રહેલા

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.