ગંજીવાડામાં લગ્નમાં ડિસ્કો કરતા બે સગાભાઈ પર હુમલો

ગંજીવાડામાં લગ્નમાં ડિસ્કો કરતા બે સગાભાઈ પર હુમલો


રાજકોટના ગંજીવાડા મેઈન રોડ પર મહાકાળી ચોક માં રાત્રીના સમયે લગ્નમાં ડિસ્કો કરી રહેલા બે સગાભાઈ પર ત્રણ શખ્સોએ જુની અદાવતમાં હુમલો કર્યો હતો.આ બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો મુજબ,ગંજીવાડામાં રહેતા મહેશ અશોકભાઈ સોલંકી(ઉ.વ.31) અને તેમનો ભાઈ વિપુલ(ઉ.વ.25) એમ બંને મિત્ર મયુરની બહેનના લગ્નમાં હતા
ત્યારે ત્યાં રાત્રીના ડિસ્કો ડાંડિયામાં ડિસ્કો કરતા હતા ત્યારે ત્યાં સાગર,વિશાલ અને અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને સૌ પ્રથમ વિપુલને ફડાકો ઝીંકી અને બાદમાં તેમને સમજાવવા જતા તેમણે છરી વડે હુમલો કર્યો હતો અને ભાઈ મહેશ બચાવવા વચ્ચે પડતા તેમના પર પણ છરી વડે હુમલો કર્યો હતો.વિપુલે જણાવ્યું હતું કે,સાગર સાથે અગાઉ માથાકૂટ થઈ હતી.જેનો ખાર રાખી હુમલો કરાયો હતો. બંને ભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.પોતે બન્ને ભાઈ કારખાનામાં મજૂરી કરે છે.આ અંગે થોરાડા પોલીસે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »