સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવારે આગેવાનો સાથે ધોલેરા તાલુકાના ચૂંટણી પ્રચાર અર્થે જિલ્લા પંચાયતની બંને બેઠકો પર યોજી મિટિંગ, મોટી સંખ્યામાં કાર્યકરો હોદેદારો અને ચૂંટાયેલા સભ્યો રહ્યા ઉપસ્થિત - At This Time

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવારે આગેવાનો સાથે ધોલેરા તાલુકાના ચૂંટણી પ્રચાર અર્થે જિલ્લા પંચાયતની બંને બેઠકો પર યોજી મિટિંગ, મોટી સંખ્યામાં કાર્યકરો હોદેદારો અને ચૂંટાયેલા સભ્યો રહ્યા ઉપસ્થિત


9 સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા દ્વારા જિલ્લા પંચાયતની સીટ વાઈઝ બેઠકો કરી જેમાં મતવિસ્તારમાં આવતા અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાની બંને જિલ્લા પંચાયત બેઠકો પર ચૂંટણી પ્રચાર સભા યોજવામાં આવી હતી જેમાં હેબતપુર તેમજ આંબળી ગામે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં સ્થાનિક ભાજપના હોદેદારો કાર્યકરો ચૂંટાયેલા સભ્યો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવાર ચંદુભાઈ શિહોરા નું પુષ્પ હાર અને પુષ્પ ગુચ્છ થી સ્વાગત સન્માન કર્યું હતું અને ગત વિધાનસભાની ચૂંટણીમાં આપેલ મતો કરતા પણ વધુ બહુમતીથી ચૂંટાઈ લાવવાનું આશ્વાસન આપતા ઉમેદવારને ભવ્ય જીત આપવાનો વિશ્વાસ આપ્યો હતો, આ બેઠકમાં ધંધુકા મતવિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.