સાબરકાંઠા ભાજપ દ્વારા ઘર - ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ ચૂંટણી સુધી આગામી ત્રણ તબક્કામાં આ કાર્યક્રમ યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qey1h28iupgxj0nf/" left="-10"]

સાબરકાંઠા ભાજપ દ્વારા ઘર – ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ ચૂંટણી સુધી આગામી ત્રણ તબક્કામાં આ કાર્યક્રમ યોજાશે


સાબરકાંઠા ભાજપ દ્વારા ઘર - ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
ચૂંટણી સુધી આગામી ત્રણ તબક્કામાં આ કાર્યક્રમ યોજાશે
હિંમતનગર :
લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી મતદારો સાથે જઇ કેવી રીતે સરળતાથી પ્રચાર કરવો, તેમજ મોદી સરકારની ગેરંટી અંતર્ગત કરેલ કામોની વિગતો પ્રજા સમક્ષ સીધો સંવાદ કરી ભાજપ એ પ્રચાર શરૂ કર્યો છે. જે અંતર્ગત આજરોજ હિંમતનગર શહેરમાં સાબરકાંઠા ભાજપની ઘર- ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ. જેમાં લોકસભા ચૂંટણી બેઠકના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા એ આ કાર્યક્રમમાં મંડલ સુધી કાર્યકર્તાઓએ ઘર - ઘર સંપર્ક અભિયાનમાં કાર્યકર્તાની શું ભૂમિકા, કેવી રીતે અભિયાન ને સફળ બનાવવું એ વિશે વિસ્તૃત વાત કરી હતી. તેમજ આગામી છઠ્ઠી એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે મંડલ થી બૂથ સુધી કાર્યકર્તાના ઘરે ભાજપનો ધ્વજ લગાવવા જણાવેલ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી અને આ અભિયાનના નરેશભાઈ દેસાઈએ જણાવેલ કે આ અભિયાન આપણે ચૂંટણી પતે નહીં ત્યાં સુધી ત્રણ તબક્કામાં ચલાવવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં મોદી સાહેબનો પત્ર આપવાનો સાથે દિવ્યાંગ તેમજ વૃદ્ધ મતદારોનું ફોર્મ ભરાવવું. બીજા તબક્કામાં દરેક મતદારોને ઉમેદવારનો પરિચય પત્ર આપો, સ્લોગન "મોદી કી ગેરંટી" મોદી સાહેબે જેટલા વચન આપેલા મોદી સાહેબે પૂરા કર્યા છે. સ્ટીકર લગાવવા જે હાલ યુવા મોરચા દ્વારા પણ કામ ચાલે છે. ત્રીજા તબક્કામાં બુથના એજન્ટોને મળવું, બુથમાં વોટિંગ કેવી રીતે વધે તેવા પ્રયત્નો કરવા, શક્તિ કેન્દ્રમાં મોનિટરિંગ કરવું, તેમજ મંડલ શક્તિ કેન્દ્રમાં બેઠકો પૂરી કરવાની વાત કરી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી સંયોજક જે. ડી. પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ધારાસભ્યો રમણલાલ વોરા, વી.ડી. ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ રમીલાબેન બારા, દીપસિંહ રાઠોડ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચનમાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે જણાવેલ કે આપણા મોવડીમંડળે ઉમેદવાર બહેનને પસંદ કર્યા છે તેમના પ્રચારમાં સૌ કાર્યકર્તાઓએ જુસ્સાથી કામ કરી લીડ થી કામ કરવાનું છે. બેઠકમાં લોકસભા વિસ્તારક નરેન્દ્રસિંહ સોઢા, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, લોકેશભાઈ સોલંકી, પણ હાજર રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]