ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે ઓલ ઇન્ડિયા વડોકાઈ કરાટે ડો એસોસિએશન અને યથા આર્ટ એકેડેમી દ્વારા કરાટે ગ્રેડેશન એક્ઝામ યોજાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4nq0mllrxiluyudz/" left="-10"]

ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે ઓલ ઇન્ડિયા વડોકાઈ કરાટે ડો એસોસિએશન અને યથા આર્ટ એકેડેમી દ્વારા કરાટે ગ્રેડેશન એક્ઝામ યોજાય


ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે ઓલ ઇન્ડિયા વડોકાઈ કરાટે ડો એસોસિએશન અને યથા આર્ટ એકેડેમી દ્વારા કરાટે ગ્રેડેશન એક્ઝામ યોજાય

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય માં ઓલ ઈન્ડિયા વડોકાઈ કરાટે ડો એસોસિએશન અને યથા આર્ટ એકેડેમી દ્વારા કરાટે ગ્રેડેશન એક્ઝામ નું આયોજન કરવામાં આવેલ જેમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ના ૪૪ વિદ્યાર્થી ઓ માથી ૩૧ વિદ્યાર્થીઓએ વ્હાઇટ બેલ્ટ તથા ૧૩ વિદ્યાર્થી યેલો બેલ્ટ એક્ઝામ આપી ઉતિર્ણ થયા. શાળા પરિવાર નુ ગૌરવ વધાર્યું આગળ આ વિદ્યાથી ઓ આગળ ના બેલ્ટ ની તૈયારી કરશે તેમજ જિલ્લા હરિફાઈ માં વિજેતા વિદ્યાર્થી સુરત ખાતે ૧૩ મી ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ રમવા માટે જશે. અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જેમાં ગુજરાત વડોકાઇ કરાટે ના જનરલ સેક્રેટરી સેન્સેઇ મયુર કુમાર ચૌહાણ, રિધ્ધિ મહેતા તથા હદિસા મહેતર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ વિદ્યાર્થીઓ પ્રગતિ કરે તેવા આશીર્વાદ પૂ રતિદાદા એ આપ્યા હતા. તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડાયરેક્ટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ આચાર્ય શ્રી શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ, બિપીન રાઠોડ ચલાલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]