બાલાસિનોરના રાજપુર સાકરિયા રોડ પર સ્કોર્પિયો અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના ઘટનાસ્થળ મોત - At This Time

બાલાસિનોરના રાજપુર સાકરિયા રોડ પર સ્કોર્પિયો અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના ઘટનાસ્થળ મોત


મામા ભાણેજને લઈ કપડાં અને પતંગ અપાવવા લઈ જતા હતા રસ્તામાં જ મોત મળ્યું

બાલાસિનોરના રાજપુર સાકરિયા રોડ પર સ્કોર્પિયો અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના ઘટનાસ્થળે જ્યારે ૧નું સારવાર દરમિયાન મોત થયું હતું.

શહેરા તાલુકાના સાદરા ગામે રહેતા અરવિંદભાઈ ચતુરભાઈ માછી, તેમના પત્ની કલ્પનાબેન બાઈક લઈ તેમના બહેનના ઘરે રામગડી મુકામે ગયા હતા. ત્યાંથી તેઓ પોતાના ભાણેજ ગૌરવ આશિષભાઈ માછીને કપડા ખરીદવા માટે બાલાસિનોર આવવા નીકળ્યા હતા. ત્યારે
સાકરીયા રાજપુર વચ્ચે સ્કોર્પીયો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા અરવિંદભાઈ તથા તેમના ભાણેજનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેમના પત્નીને માથાના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ૧૦૮ની મદદ થી
બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા પ્રાથમિક સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ બાલાસિનોર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે જઈ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
એકના એક ૧૧ વર્ષના દીકરાનું મોત

આશિષભાઈ પોતાના ૧૧ વર્ષના દીકરા ગૌરવ માટે બજારમાં દોરી પતંગ ખરીદવા આવ્યા હતા. ત્યારે ગૌરવ એકલો ઘરે હોય તેના મામા અરવિંદભાઈ ઘરે આવતા તેમણે ભાણા ગૌરવને નવા કપડા ખરીદવા માટે બાલાસિનોર લઈને જતા હતા ને ઘટના બની, જેમાં આશિષભાઈએ પોતાનો એકનો એક વ્હાલસોયો દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.