બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘે ટેકાના ચણાની ખરીદીનો પ્રારંભ કરાવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q8f0hmopaoyg2f8j/" left="-10"]

બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘે ટેકાના ચણાની ખરીદીનો પ્રારંભ કરાવ્યો


બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘે ટેકાના ચણાની ખરીદીનો પ્રારંભ કરાવ્યો

બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે ચણા ખરીદી કરવાનો પ્રારંભ કરાવાયો. અત્યાર સુધીમાં કુલ 3500 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે આધાર પર આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી. ચણાના ખેડૂતોને 900થી 920ની આસપાસના ભાવ પ્રતિ મણ મળી રહ્યા છે. ત્યારે ટેકાના ભાવે ખેડૂતોને 1067 રૂપિયાનો ભાવ મળતા ખુલ્લા બજાર કરતા ખેડૂતોને પ્રતિ મણ સારા ભાવ મળતા ખેડૂતોમાં ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા આજે ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવેલો. તે સમયે ખરીદ વેચાણ સંઘના ચેરમેન, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન સહિત અન્ય સભ્યો હોદ્દેદારો સહિત ખેડૂતો હાજર રહ્યા હતા

Report By Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]