ડી.જે. ના તાલ સાથે ઇલોલ હાઇસ્કૂલ ના મેદાનમાં શાળાના બાળકો ઝૂમ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q5ue6kjrvl65kuwk/" left="-10"]

ડી.જે. ના તાલ સાથે ઇલોલ હાઇસ્કૂલ ના મેદાનમાં શાળાના બાળકો ઝૂમ્યા


શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ સંચાલિત ઇલોલ હાઇસ્કૂલ માં આજરોજ નવલી નવરાત્રી ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ડી.જે. ના તાલ સાથે ઇલોલ હાઇસ્કૂલ ના મેદાનમાં શાળાના બાળકો ઝૂમ્યા હતા. શાળાની બાળાઓ નવરાત્રિના ગરબા ના તાલ સાથે તાલ મિલાવી ગરબે ઘૂમી હતી સાથે શાળાના શિક્ષકો પણ બાળકો સાથે ગરબે ઘૂમી માતાજી ની આરાધના કરી હતી બાળકો ના મનપસંદ ગરબા સાથે ગરબે ઘૂમી વાતાવરણને આનંદમય તથા ભક્તિમય બનાવી દીધું હતું. આ ઉજવણી માં શાળાના તમામ શિક્ષકોના સાથ તથા સહકાર વડે નવરાત્રી ની ઉજવણી સફળ રીતે કરવામાં આવી હતી.શાળામાં નવરાત્રિનું સફળ આયોજન કરવા બદલ શાળાના આચાર્ય શ્રી એ. એન. ખણુંશિયા બાળકો તથા શાળાના તમામ શિક્ષકો તથા બાળકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી અને તમામ સં સ્થાના કર્મચારીઓ તથા બાળકો ઉપર કોઈપણ પ્રકારનું દુઃખ ન આવે તેવી પ્રાર્થના કરી

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]