મહીસાગરકલેક્ટરનાઅધ્યક્ષસ્થાનેપ્રવાસન સમિતિની બેઠક યોજાઈ - At This Time

મહીસાગરકલેક્ટરનાઅધ્યક્ષસ્થાનેપ્રવાસન સમિતિની બેઠક યોજાઈ


રૈયોલી ડાયનાસોર પાર્કની વિકસાવાની જરૂર

મહીસાગર જિલ્લાના પ્રવાસન હસ્તક પ્રોજેક્ટ/ સાઈટ પર થયેલ કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક અને સાતકુંડા પોજેકટ પર વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત માનગઢ ધામને વધુ વિકસાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો અને જિલ્લામાં પ્રવાસીઓને પ્રવાસન સ્થળ પર જવા માટે બસ સુવિધા ઉપ્લબ્ધ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. લાખાણી, અધિક નિવાસી કલેક્ટર સી.વી. લટા, આયોજન અધિકારી, પ્રાંત અધિકારીઓ, નાયબ વન સંરક્ષક, મહીસાગર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.