બાલાસિનોર જેઠોલી ગ્રામ પંચાયત સ્વચ્છતા તેમજ શિક્ષણમાં આગળ - At This Time

બાલાસિનોર જેઠોલી ગ્રામ પંચાયત સ્વચ્છતા તેમજ શિક્ષણમાં આગળ


જેઠોલી ગામમાં બેન્ક ઓફ બરોડા અને ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક આવેલી છે.

સહકારી મંડળી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.

જેઠોલી પંચાયતમાં સરપંચએ પોતે અંગત રસ રાખી પંચાયતમાં ફર્નિચર, સીસીટીવી કેમેરા, કલર કામ, કરાવી પંચાયતની શોભામાં વધારો કર્યો હતો. અને કોમ્પ્યુટર ઓપરેટરને પંચાયતમાં જ બેસાડી અને નિયમિત કામગીરી કરી પંચાયતને લગતા લોકોના કામો પંચાયતમાં જ થાય તેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લીધે ગામ લોકોએ પ્રતિસાદ આપ્યો છે. જ્યારે સમગ્ર ગ્રામ પંચાયત વિસ્તારમાં 150 થાંભલાઓ ઉભા કરી લાઈટ ચાલુ કરાવી રાત્રી દરમ્યાન ચોરીનો ભય દૂર કર્યો હતો.
ગ્રામ પંચાયત વિસ્તારમાં નલ સે જલ યોજનાનો અમલ કરી ગામ લોકોને પૂરતું પાણી મળે તે માટે હાલમાં વાવલી ગામે 9 લાખ લિટરની કેપેસીટી ધરાવતો પાણીનો સંપ અને કુવેચિયા ગામે 60 હજાર લીટરની પાણીનો ટાંકી બનાવવાની કામગીરી હાલમાં ચાલુ છે. ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારો રાખી દરરોજ ગામની સફાઈ કરવામાં આવે છે. જેઠોલી ગ્રામ પંચાયત પેટા પરા વિસ્તારમાં લવારીયા, વાવલી, કુવેચિયા, કેવડિયા, વૈજનાથ, અર્જુનની મુવાડી, જેવા નાના ગામડાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત પંચાયત હદ વિસ્તારમાં ગામના પડતર પ્રશ્નો જેવા કે સીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇન, સ્વચ્છતાને લગતા, ન કરવામાં આવેલા કામો પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.