પરસાણાનગરમાં આર્થિક ભીંસથી કંટાળીને યુવાને ઝેરી દવા પીધી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pyjfnqe89wpkmpqt/" left="-10"]

પરસાણાનગરમાં આર્થિક ભીંસથી કંટાળીને યુવાને ઝેરી દવા પીધી


શહેરના જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા યુવાને આર્થિક ભીંસ થી કંટાળીને પોતાના ઘરે ગઈ કાલે રાત્રે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગેની માહિતી મુજબ જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા હાર્દિક નરેશભાઈ રાઠોડ (ઉં.21 ) નામના યુવાન આર્થિક ભીંસ થી કંટાળી જઈને પોતાના ઘરે ગઈ કાલે રાત્રે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જાણવા મળતી માહિતી મુજબ હાર્દિક માંકડ અને ઉધઈ મારવાની દવા છાંટવાનું કામ કરે છે તેણે લવ મેરેજ કરેલ છે અને બે ભાઈ એક બહેનમાં બીજો નંબર છે બનાવની જાણ થતાં પ્ર નગર પોલીસ મથકના સ્ટાફે સિવિલ હોસ્પિટલે પહોચી જઈ હાર્દિક નું નિવેદન લીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]