હનીટ્રીપમાં ફસાવતી હવસખોર રૂપલલનાઓથી ચેતવા જૂનાગઢ પોલીસની અપીલ - At This Time

હનીટ્રીપમાં ફસાવતી હવસખોર રૂપલલનાઓથી ચેતવા જૂનાગઢ પોલીસની અપીલ


હાલમાં જુદી જુદી ગેંગ દ્વારા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પાંચ હજાર દસ હજારની લોન માટે લોભામણી જાહેરાતો આપી, રિકવેસ્ટ મોકલી, વોટ્સએપ નમ્બર મેળવી, કોઈપણ વ્યક્તિને ભોળવી, લિંક ઉપર લોગ ઈન કરાવી, બેંક ખાતા, મોબાઈલ નંબર, સહિતની વિગતો માંગી, બેંક ખાતામાં રૂપિયા જમાં કરાવી, મોબાઇલનો સંપૂર્ણ ડેટા હેક કરી, ફોનમાં રહેલ સંબંધી મિત્રોના મોબાઈલ નંબર, ફોટા, વિગેરે ડીટેઇલ મેળવી, બેંક ખાતામાં જમા કરાવેલ રૂપિયાના અનેક ગણા રૂપિયા પડાવી, હેક કરેલ મોબાઈલમાં રહેલ સગા સંબંધીઓ પૈકી સ્ત્રીઓના ફોટાને મોરફિંગ કરી, નેકેડ ફોટા બનાવી, વોટસએપ ના માધ્યમથી પોતાને તથા બીજા હેક કરેલ મોબાઈલમાંથી ઓળખીતા ના કોન્ટેક્ટ નંબરો ઉપર મોકલવાની ધમકીઓ આપી, લાખો રૂપિયા પડાવતી ઘણી બધી ગેંગ સક્રિય થયેલ છે. આવી ગેંગના સભ્ય દ્વારા રૂપિયાની માંગણી કરી, જેમ જેમ મોબાઈલ ધારકને આબરૂ જવાની બીક કે ડર લાગે એમ રકમ વધારતા જાય છે અને આ રકમ લાખો સુધી પહોંચી જાય છે. આવા મોબાઈલ ધારક આબરૂ જવાની બીકે કોઈને વાત કરતો નથી અને મનોમન મુંજાય અને રૂપિયા નાખતો રહે છે. મોબાઈલ ધારક વધુ રૂપીયા બેંકના ડમી એકાઉન્ટમાં નાખે જ રાખે છે. ઘણી વાર રૂપિયાની સગવડ નહીં થવાથી લોકો આત્મહત્યા સુધીના પગલાઓ ભરી લેતા હોય છે. લોકો આવી ઘણી બધી ગેંગનો ભોગ બનતા હોય છે

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી, લોન આપવાની લાલચ આપી, મોબાઈલ એપ્લિકેશન આધારે, લોકોને બ્લેકમેલ કરવાનો ડર બતાવી, રૂપિયા ખંખેરતી તથા આબરૂ જવાની બીકે આત્મહત્યા સુધી દોરી જતી, ચિટિંગ ગેંગ બાબતે લોકોને સાવચેત કરી, ફરિયાદ કરવા આગળ આવવા જાગૃતિ લાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના કરવામા આવેલ છે

તાજેતરમાં જૂનાગઢ શહેરના મહિલા સહિત ત્રણ ચાર લોકો આ ગેંગનો ભોગ બનેલા પૈકી પોશ વિસ્તારમાં રહેતો સારા ઘરનો, એક યુવક પ્રશાંત (નામ બદલાવેલ છે..) પણ આવી ગેંગનો શિકાર બન્યો હતો. શિકાર બન્યા બાદ પોતાની આબરૂ જવાની બીકે પોતે મુંજાયો હતો. મનમાં ઘણા બધા વિચારો અને કાલ્પનિક ભય ઉતપન્ન થતા, આત્મહત્યા સુધીના વિચારો આવ્યા હતા. ખૂબ જ મુંજાયા બાદ આ યુવક જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ફોન કરી, પોતાના મોબાઈલ જૂનાગઢના યુવક પ્રશાંત દ્વારા સાત આઠ એલ્પિકેશનમાં એપ્લાય થતા, જુદા જુદા નંબરથી પોતાના સંબંધી સ્ત્રીઓના ફોટા મોરફીંગ કરી, મોકલેલ હતા અને ગમે તેટલા રૂપિયા નાખીએ તો પણ બંધ થતા ના હોઈ, યુવક ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળતા, યુવક એટલો બધો ગભરાઈ ગયેલ હતો કે, યુવકને ઓળખીતાના ફોન આવે તો પણ ગભરાઈ જતો હતો. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા યુવકને સાયબર ક્રાઇમ માં ફરિયાદ કરવાની અને પોતાના મોબાઈલના દરેક કોન્ટેક્ટ ઉપર પોતાની સાથે આવો ફ્રોડ થયેલ હોઈ, ખોટા મોર્ફિંગ કરેલા ફોટા મોકલી, રૂપિયા પડાવતા હોઈ, આવા મેસેજ કોઇએ ધ્યાને નહિ લેવા મેસેજ કરવા સલાહ આપી, એકાદ અઠવાડિયા માટે વોટસએપ બંધ કરી દેવા અથવા મોબાઈલ નંબર બંધ કરી દેવા સલાહ આપતા, ગેંગના મેસેજ બંધ થયેલ હતા અને યુવકને રાહત થઈ હતી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોબાઈલ લોન એપ્લિકેશન બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ છે

જૂનાગઢ પોલીસની સલાહ અને મદદ કરવાના કારણે યુવકને રાહત થયેલ હોઈ, યુવક પ્રશાંત રૂબરૂ મળી, પોતે મહિલાઓના નેકેટ ફોટા જાહેર થશે તો, પોતાના સમાજમાં અને કુટુંબમાં શુ મોઢું દેખાડશેએવું વિચારી આપઘાત કરવાનો પણ વિચાર કરેલ અને છેલ્લી આશાના સહારે પોલીસને ફોન કરતા, પોતાનો જીવ બચ્યાની વાત કરી, રડવા લાગેલ અને જો પોતે પોલીસને ફોન ના કર્યો હોત તો, હું આત્મહત્યા જ કરતો અને કદાચ હું મારા માતા પિતા કે કોઈને આજે મળ્યો ના હોત, એવું જણાવી, રડમસ ચહેરે, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો. સોશિયલ મીડિયાના ગેર ઉપયોગના લાલબત્તી સમાન આ કિસ્સા નો ભોગ બનેલા યુવકને જૂનાગઢ પોલીસ દ્વારા હવેથી સાવચેતી રાખવા સલાહ પણ આપવામાં આવી હતી

જૂનાગઢ શહેરના જ સંખ્યાબંધ લોકો, આ મોબાઈલ એપ્લિકેશન બનાવતી ગેંગના શિકાર બન્યા છે, જેમાં યુવાનથી માંડીને વયોવૃદ્ધ લોકો ભોગ બન્યા છે, જે તમામ લોકોને જૂનાગઢ પોલીસ તરફથી સહકાર આપી, ઘણા લોકોને આવી ગેંગના ભયમાંથી બહાર કાઢયા છે, ત્યારે જૂનાગઢ પોલીસ તરફથી આવી મોબાઈલ એપ્લિકેશન અને આવી લિંકથી દુર રહેવા અને કદાચ એપ્લિકેશનનો ઉપયોગ થઈ જાય તો, જાળમાં નહીં ફસાવવા ખાસ વિનંતીકરવામાં આવે છે. ફસાઈ ગયા પછી આવી ગેંગથી ગભરાવવા કરતા પોલીસને જાણ કરવા તેમજ આવી ગેંગ બાબતે પોતાના મોબાઈલ કોન્ટેક્ટ ઉપર તમામ સંપર્ક વાળા સગા સંબંધી ઓળખીતાઓને જાણ માહિતગાર કરી, રૂપિયા પડાવતા હોવાનું જણાવી, મોબાઈલ ઉપર વોટસએપ બંધ કરી અથવા મોબાઈલ નબર બદલાવી, પીછો છોડાવવા પણ જાણ કરવામાં આવે છે. લોકોની જાગૃતિ માટે અને આવું કૃત્ય થયા પછી, આવી ગેંગના ડરના કારણે કે સમાજમાં આબરૂ જવાની બીકે કોઈ અજુગતું પગલું પણ નહીં ભરવા, બલ્કે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરવા, પોલીસમાં ફરિયાદ કરવા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી તરફથી જાણકરવામાં આવે છે

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.