સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારના સમર્થનમાં ધંધુકા વિધાનસભા વિસ્તારનું સહકારી સ્નેહમિલન સમારંભ અંતર્ગત સમ્મેલન યોજાયું જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા અને બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર એમ કુલ 4 તાલુકાના સહકારી, મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા હતા અને ભાજપ ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવા અને કરાવવા લોકોને આહવાન કરાયું. - At This Time

સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારના સમર્થનમાં ધંધુકા વિધાનસભા વિસ્તારનું સહકારી સ્નેહમિલન સમારંભ અંતર્ગત સમ્મેલન યોજાયું જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા અને બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર એમ કુલ 4 તાલુકાના સહકારી, મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા હતા અને ભાજપ ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવા અને કરાવવા લોકોને આહવાન કરાયું.


ધંધુકા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ તારીખ 4 મે 2024 ના રોજ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર અંતર્ગત આવતા ધંધુકા વિધાનસભા વિસ્તારનો ભવ્ય સહકારીતા સમ્મેલન કાર્યક્રમ યોજાયો જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તેમજ બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકા એમ કુલ 4 તાલુકાના સહકારી સામાજિક અને રાજકીય આગેવાનોની સહકારી સ્નેહમિલન સમારંભ અંતર્ગત સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ના સમર્થનમાં ભવ્ય સમ્મેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સહકારી મંડળીઓના ચેરમેનો ડિરેક્ટરો હોદ્દેદારો સહિતના આગેવાનો તેમજ ધંધુકા વિધાનસભા વિસ્તારના આગેવાનો જોડાયા હતા, આ સમ્મેલન અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ધંધુકા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, યોગરાજસિંહ ચુડાસમા, ધંધુકા એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા સહિતના ધંધુકા ધોલેરા રાણપુર બરવાળા ના એપીએમસીના ચેરમેનો ડિરેકટરો સહિતના સહકારી આગેવાનો અને ભાજપના હોદ્દેદારો કાર્યકરો ચૂંટાયેલા સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ તરફી મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી અને ઉપસ્થિત સૌ લોકોએ એકસૂર માં ભાજપ તરફી હોવાની બાંહેધરી આપી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.