આગામી 18મી જૂનના રોજ વડોદરા ખાતે યોજાનાર નારી સંમેલનમાં જવા માટે શહેરા નગરપાલિકા સભાખંડમાં રૂટ સુપરવાઈઝર,રૂટ ઈન્સ્પેકટર, લાઈઝન અધિકારીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા. - At This Time

આગામી 18મી જૂનના રોજ વડોદરા ખાતે યોજાનાર નારી સંમેલનમાં જવા માટે શહેરા નગરપાલિકા સભાખંડમાં રૂટ સુપરવાઈઝર,રૂટ ઈન્સ્પેકટર, લાઈઝન અધિકારીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા.


18મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે, જેમાં પાવાગઢ અને વડોદરા ખાતે વિવિધ સરકારી યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જેને લઈને બુધવારના રોજ શહેરા નગરપાલિકા સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી તેજસ પટેલની અધ્યક્ષતામાં સહાયક તાલુકા વિકાસ અધિકારી કિરણ સોલંકીની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે યોજાનારા નારી સંમેલનમાં 125 જેટલી બસો શહેરા તાલુકાના ગામોમાં ફાળવવામાં આવી છે,જેમાં તાલુકાના ગામોમાંથી મહિલાઓને લઈ જવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેથી રૂટ સુપરવાઈઝર,રૂટ ઈન્સ્પેકટર લાઈઝન અધિકારીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા,આ દરમિયાન સભા સ્થળ સુધી મહિલાઓને કઈ રીતે લઈ જવી અને કાર્યક્રમના અંતે પરત આવવા સુધીના સૂચનો કરવામાં આવ્યા હતા સાથે જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ મહિલાને કોઈ પ્રશ્ન હોય તો બેજિજક રજૂ કરવા જણાવ્યું હતું અને જો કોઈ તકલીફ પડે તો એક દિવસ માટે સહન કરી લેવા જણાવ્યું હતું.કાર્યક્રમમાં નાયબ મામલતદાર મુકેશભાઈ, નગરપાલિકા મુખ્ય અધિકારી સોલંકી,બીટ કેળવણી નિરીક્ષક સરદારસિંહ વણઝારા તેમજ મહિલાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.