રાજ્યકક્ષાનાં મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં બરવાળાનાં સાળંગપુર ખાતે કેશ ક્રેડીટ કેમ્પ કાર્યક્રમમાં ફિયાસ્કો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pugjgwnonboxtob8/" left="-10"]

રાજ્યકક્ષાનાં મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં બરવાળાનાં સાળંગપુર ખાતે કેશ ક્રેડીટ કેમ્પ કાર્યક્રમમાં ફિયાસ્કો


સ્વસહાય જૂથોનાં ગણ્યા ગાઠયા મહિલાઓ ઉપસ્થિત રહ્યા

સ્વ સહાય જૂથોની કેશ ક્રેડીટ કાર્યક્રમમાં મોટા ભાગની ખુરશીઓ ખાલી રહી

કાર્યક્રમનાં અતિથી મહેમાનોની પણ ગેરહાજરી રહી,માત્ર ડી.આર.ડી.એ.નાં કર્મચારીઓ સ્ટાફથી ખુરશીઓ ભરાયેલ હતી.

બરવાળા તાલુકાનાં સાળંગપુર મુકામે ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારનાં ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત સ્વ સહાય જૂથો માટે બેંક લીંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પ નું આયોજન રાજ્ય કક્ષાનાં મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જે કાર્યક્રમમાં મોટા ભાગની ખુરશીઓ ખાલી રહેતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો જયારે કાર્યક્રમનાં અતિથી વિશેષ મહેમાનો તેમજ ભાજપ સંગઠનનાં હોદેદારોની પણ સુચક ગેરહાજરી જોવા મળી હતી.જયારે કાર્યક્રમમાં ડી.આર.ડી.એ.વિભાગનાં કર્મચારીઓથી જ ખુરશીઓ ભરાયેલી જોવા મળી રહી હતી.

બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના સાળંગપુર મુકામે તા.૨૮/૦૬/૨૦૨૨ નાં રોજ સવારનાં ૯:૩૦ કલાકે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર વ્હાઈટ હાઉસ ખાતે ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લીંકેજ અન્વયે “ કેશ ક્રેડીટ કેમ્પ “ કાર્યક્રમ દેવાભાઈ માલમ (રાજ્યકક્ષાનાં મંત્રી, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ) નાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં માત્ર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં કર્મચારીઓ, અધિકારીઓ તેમજ ગણ્યા ગાઠયા સ્વ સહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહેતા મોટા ભાગની ખુરશીઓ ખાલી રહેતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો જયારે કાર્યક્રમની પ્રેરક ઉપસ્થિતિનાં મહાનુભાવોમાં ભારતીબેન શિયાળ(સંસદસભ્ય),આત્મારામ પરમાર(ધારાસભ્ય),સૌરભભાઈ પટેલ(ધારાસભ્ય),રાજેશભાઈ ગોહિલ(ધારાસભ્ય) બી.એ.શાહ (કલેકટર-બોટાદ) પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહિ રહેતા કાર્યક્રમ સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યો હતો જયારે ભારતીય જનતા પાર્ટીનાં તાલુકાના સંગઠનનાં હોદેદારોની પણ સુચક ગેરહાજરીને લઈ તર્ક વિતર્ક થઇ રહ્યું છે.આ કાર્યક્રમમાં દેવાભાઈ માલમ (રાજ્ય કક્ષા મંત્રી-પશુપાલન ગૌ સંવર્ધન),ઘનશ્યામભાઇ વિરાણી (પ્રમુખ જિલ્લા પંચાયત-બોટાદ), ભીખુભા વાઘેલા (પ્રમુખ જિલ્લા ભાજપ) પી.ડી.પલસાણા(જિલ્લા વિકાસ અધિકારી) માં ઉપસ્થિત રહ્યા હતા જયારે તેઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં ગેરહાજરીને લઈ મોટા ભાગની ખુરશીઓ ખાલી રહેતા કાર્યક્રમનો ફિયાસ્કો થવા પામ્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]