એકશન એડ અને એકલનારી શક્તિ મંચ દ્વારા ઘરેલુ હિંસા અને સામાજીક સુરક્ષા મુદ્દે સંવાદ મિટિંગ યોજાઈ - At This Time

એકશન એડ અને એકલનારી શક્તિ મંચ દ્વારા ઘરેલુ હિંસા અને સામાજીક સુરક્ષા મુદ્દે સંવાદ મિટિંગ યોજાઈ


રાપર બ્રાહ્મણ સમાજવાડી ખાતે
એકશન એડ સંસ્થા તેમજ એકલ નારી શક્તિ મંચ દ્વારા અલગ અલગ સ્ટેજ હોલ્ડર સંસ્થાઓ,સંગઠન સરકારી વિભાગ સાથે ઘરેલુ હિંસા અને સામાજીક સુરક્ષા મુદ્દે સંવાદ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
રાપર તાલુકામાંથી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા
યોજાયેલ સંવાદમાં
ઘરેલુ હિંસાનો ભોગ બનેલ મહિલાઓ એ પોતાનો કડવો અનુભવ વર્ણવયો હતો
તેમજ સંગઠન પાસે આવેલ ૨૫ કેસ નું વિસ્તારપૂર્વક વિશ્લેષણ રજૂ કરવામાં હતું
તે પછી સેતુ સંસ્થા દ્વારા સામાજીક સુરક્ષા અને સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી
ઉપરાંત બહેનો,સંસ્થા અને સંગઠન ની કમિટીની રચના કરવામા આવી હતી.
યોજાયેલ કાર્યક્રમમાં એક્શન એડ તરફથી સુશીલા બેન પ્રજાપતિ હંસા રાઠોડ તેમજ હંસા બેન ચૌહાણ
સેતુ સંસ્થા માંથી તરુણ ભાઈ પરમાર અનિલભાઈ ધેયડા kmvs ના વનિતા શેખા ખાલાબેન,ડો.આંબેડકર યુવા ગ્રુપના સંજેય ભાઈ પરમાર. આર. ડી. મેરિયા,
એડવોકેટ મેરીબેન
ઈશાર સંસ્થાના નસીમબેન
નારી અદાલત અંજારથી ગોમતીબેન ચાવડા
ઓલ ઇન્ડિયા કન્સ્ટ્રકશન વર્કર એસોસિએશન ના પ્રમુખ રામજીભાઈ રજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા
જેમાં સંગઠન અને સંસ્થા ના હોદેદારો એ પ્રસંગ અનુરૂપ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.