ચોરવાડમાં રમત ગમતનું મેદાન ધારાસભ્ય તેમજ નગરપાલીકા પ્રમુખ વરદ હસ્તે ઉદઘાટન - At This Time

ચોરવાડમાં રમત ગમતનું મેદાન ધારાસભ્ય તેમજ નગરપાલીકા પ્રમુખ વરદ હસ્તે ઉદઘાટન


માળીયા હાટીના તાલુકાના ચોરવાડ શહેરમાં પ્રથમ વખત યુવા વર્ગ માટે રમત-ગમત માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ જેનું સોમનાથના ધારાસભ્યના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ અને ટુર્નામેન્ટ તથા અન્ય સ્પર્ધાઓ યોજવા નગરપાલિકાનો સંપર્ક કરવા જણાવેલ છે.

સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા તથા નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા દ્વારા લોકોની જરૂરિયાતને અનુલક્ષીને ચોરવાડના છેવાડાના વાડી વિસ્તારો સુધી રોડરસ્તા, પીવાનું પાણી, લાઇટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે ત્યારે ચોરવાડ શહેરના બાળકો તથા યુવા વર્ગ માટે રમત-ગમત માટેનું મેદાનન હોવાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા તથા તેમની ટિમ દ્વારા જરારી વિસ્તારમાં આવેલ આવાસ યોજના ખાતે રમત-ગમત માટે મેદાન બનાવવામાં આવેલ જેથી શહેરના બાળકો તથા યુવા વર્ગને રમત-ગમત માટે લાભ મળી શકે.

રમત-ગમત ગ્રાઉન્ડનું સોમનાથના ધારાસભ્ય અને નગરપાલિકાના સદસ્ય વિમલભાઈ ચુડાસમા સ્પર્ધાઓ યોજવા માટે તથા નગરપાલિકના પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું અને યુવા વર્ગ માટે ગ્રાઉન્ડ ખુલ્લુ મૂકવામાં આવેલ તેમજ યુવા મિત્રો માટે આ ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટ તથા અન્ય નગરપાલિકાનો સંપર્ક કરવા જણાવેલ છે. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ , ચેરમેન સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.