બૌધ્ધ ઉપાસક/ઉપાસિકા સંઘ રાજકોટમાં તા. ૮ જાન્યુઆરી વિશ્વ પંચશીલ બૌધ્ધ ધમ્મ ધ્વજ દિવસ નિમિત્તે બૌધ્ધ ઉપાસક/ઉપાસિકા સંઘ દ્વારા તા. ૮/૧/૨૦૨૩ને રવિવારે સવારે ૯:૩૦ વાગ્યાથી..*પંચશીલ ધમ્મ ધ્વજ પદયાત્રા* નું આયોજન કરેલ છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xksrd7h0fkv1wtah/" left="-10"]

બૌધ્ધ ઉપાસક/ઉપાસિકા સંઘ રાજકોટમાં તા. ૮ જાન્યુઆરી વિશ્વ પંચશીલ બૌધ્ધ ધમ્મ ધ્વજ દિવસ નિમિત્તે બૌધ્ધ ઉપાસક/ઉપાસિકા સંઘ દ્વારા તા. ૮/૧/૨૦૨૩ને રવિવારે સવારે ૯:૩૦ વાગ્યાથી..*પંચશીલ ધમ્મ ધ્વજ પદયાત્રા* નું આયોજન કરેલ છે.


*બૌધ્ધ ઉપાસક/ઉપાસિકા સંઘ રાજકોટમાં તા. ૮ જાન્યુઆરી વિશ્વ પંચશીલ બૌધ્ધ ધમ્મ ધ્વજ દિવસ નિમિત્તે બૌધ્ધ ઉપાસક/ઉપાસિકા સંઘ દ્વારા તા. ૮/૧/૨૦૨૩ને રવિવારે સવારે ૯:૩૦ વાગ્યાથી..*પંચશીલ ધમ્મ ધ્વજ પદયાત્રા* નું આયોજન કરેલ છે.

વિશ્વશાંતિના પ્રતીક તથાગત ગૌત્તમ બુધ્ધના ધમ્મને વિશ્વના દેશો જે સિમ્બોલથી ઓળખે છે તે પંચશીલ ધમ્મ ધ્વજ શાંતિ, પ્રગતિ, માનવતાવાદ, અને સમાજકલ્યાણની પ્રેરણા આપે છે પંચશીલમાં લાલ, સફેદ, કેસરી, વાદળી અને કેસરી પાંચ રંગ વાળા ધ્વજની રચના વર્ષ ૧૮૮૫ માં શ્રીલંકામાં કરવામાં આવી હતી જેને ૮ જાન્યુ. ૧૯૫૨ માં આંતરરાષ્ટ્રીય બૌધ્ધ ધ્વજના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી ત્યારથી ૮ જાન્યુઆરીના દિવસને વિશ્વ ધમ્મ ધ્વજ દિવસ તરીકે વિશ્વના દેશોમાં મનાવવામાં આવે છે. વિશ્વશાંતિના પ્રતીક સમાન ધમ્મ ધ્વજ ને બૌધ્ધ ઉપાસકો પોતાના ઘર પર તેમજ બૌધ્ધ વિહારોમાં લહેરાવી ઉમંગ ઉલ્લાસ સાથે ઉત્સવને મનાવે છે તેમજ વંદના, અને ધર્મકાર્ય કરે છે.
આ પાવનપર્વની ઉજવણીના ભાગરૂપે *બૌધ્ધ ઉપાસક/ઉપાસિકા સંઘ* દ્વારા *ભવ્ય પંચશીલ ધમ્મ ધ્વજ પદયાત્રા* નું આયોજન કરેલ છે જેમાં વંદનીય ભન્તે પ્રજ્ઞારત્ન (પોરબંદર) અને શ્રમણ ભન્તે આનંદ (અમરાવતી) થી ઉપસ્થિત રહેશે તેમજ સમતા સૈનિક દળ ના સૈનિકો દ્વારા પદયાત્રાની આગેવાની લઈ સુરક્ષા વ્યવસ્થા પ્રદાન કરશે *પદયાત્રા તા.૮/૧/૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૯ : ૩૦ વાગ્યે સુગમ ગૌત્તમ બુધ્ધ વિહારે થી પ્રસ્થાન કરી નાના મૌવા મેઈન રોડ, રાજનગર ચોક (ડૉ. બાબાસાહેબ સ્ટેચ્યૂ) , નાના મૌવા સર્કલ (૧૫૦ ફૂટ રિંગરોડ), મોકાજી સર્કલ (નાના મવા) થઈ જયભીમનગર ચોકમાં તથાગત ગૌત્તમ બુદ્ધના સ્ટેચ્યુ પાસે પૂર્ણ થશે.*

ધમ્મ ધ્વજ પદયાત્રાને સફળ બનાવવા માટે સુમેધ તથાગત, અમુભાઈ ચાવડા, વિનયસાગર અનિત્ય, સૂર્યસેન તથાગત, જયાબેન સામૈયા, કમળાબેન સોલંકી, દિપંકર સુમન, ગોપાલ ખંડવી, દિપક રાઠોડ, સતિષભાઈ મૂછડીયા, પ્રફુલભાઈ ખીમસૂરિયા, જે.ડી. ચાવડા, વી.પી. મઢવી, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

*આભાર સહ..*
*બૌધ્ધ ઉપાસક/ઉપાસિકા સંઘ વતી*
*સુમેધ તથાગત*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]