સદગુરુ સખી મંડળના નેજા હેઠળ મહિલાઓ બની પગભર. - At This Time

સદગુરુ સખી મંડળના નેજા હેઠળ મહિલાઓ બની પગભર.


અટલાદરાના નિવાસી એવા પુષ્પાબેન પ્રવીણભાઈ આ મંડળના પ્રમુખ છે . તેઓ ૨૦૧૬ થી સદગુરુ સખી મંડળ ચલાવે છે . પુષ્પાબેનના કહેવા મુજબ તેમની મંડળીને સખી ઉત્પાદન થકી આવક પણ સારી એવી મળી રહે છે . તેમના ઉત્પાદન કામ પણ સરસ રીતે ચાલે છે . સરકાર તરફથી પણ તેઓને સહાય મળતી રહે છે તેમજ આવા સખી મેળામાં ભાગ લેવા માટેની જાણ પણ કરવામાં આવે છે . ઉપરાંત મંડળ માંથી પણ જરૂર પડ્યે સહાયતા મળી રહે છે . પુષ્પાબેન જણાવે છે કે તેમને દર મહિને લગભગ ૬ થી ૭ હજાર જેટલી કમાણી થઇ જાય છે . વડોદરાના અકોટા ખાતે યોજાયેલ આ જિલ્લા સખી મેળાનો લાભ ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યરત સખી મંડળો તેમજ સ્વ સહાય જૂથોને મળતાં તેમને સારી આવક અને કામ મળી રહ્યું છે . આમ , દરેક સખી મંડળને સરકાર તરફથી આવું મોકળું મેદાન મળતાં સખી મંડળોને સીધા ખરીદદારોના સંપર્કમાં આવતા તેમના મંડળમાં કામ કરતી બહેનોને કામ ઉપરાંત પૂરતી રોજગારી પણ મળી રહે છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.