પિડીત પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર મળવું જોઇએ : જીગ્નેશ મેવાણી . - At This Time

પિડીત પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર મળવું જોઇએ : જીગ્નેશ મેવાણી .


સંસ્કારી નગરી વડોદરામાં દૂષિત પાણીનાં લીધે એક જુવાનજોધ દિકરીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે . જેને લઇને ચકચાર મચી છે . ખુદ મેયર કેયુર રોકડિયાનાં વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી 20 વર્ષીય યુવતીએ જીવ ગુમાવ્યાનો આરોપ છે . જ્યારે યુવતીનાં પિતા પણ સારવાર હેઠળ છે . અનેક રજૂઆતો છતાં શહેરનાં જેતલપુર વિસ્તારમાં રહીશોને પીવા માટે શુદ્ધ પાણી ન મળતા હવે લોકોને જીવ ગુમાવવાનો વારો આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે . અહીં દૂષિત પાણીનાં કારણે રોગચાળો ફાટી નિકળ્યો છે . આ રોગચાળામાં યુવતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે . મળતી માહિતી મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેટરના મેયર કેયુર રોકડીયાના મતવિસ્તાર જેતલપુરમાં દુષિત પાણી અંગેની વારંવાર રજુઆત કરવા છતાં કોઈ જ પગલાં ન લેવાતા છેવટે દલિત પરિવારની 20 વર્ષીય દીકરી ઉન્નતિ સોલંકીનું મૃત્યુ થયું છે . અને એના પિતા પણ હાલ હોસ્પિટલમાં દાખલ છે . દલિત નેતા અને કોંગ્રેસનાં વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે . ભાજપના અણઘડ અને ભ્રષ્ટ શાષનને વખોડી કાઢતા પિડીત પરિવારને વળતરની માંગ પણ કરી હતી . કોંગ્રેસનાં વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતુ કે વડોદરાનાં મેયરનાં બંગલાની સામે તેમના જ મતવિસ્તારમાં દલિત વિસ્તારમાં અનેક રજૂઆતો કરવા છતાં પાલીકા દ્વારા પીવાનું ચોખ્ખુ પાણી ન આપતા રહીશો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા હતા . આખરે એક 20 વર્ષની યુવતીનું મૃત્યુ થયું આટલુ જ નહી . યુવતીનાં પિતા પણ જીવન - મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યા છે . આ સયાજીરાવ ગાયકવાડનાં સપનાનું વડોદરા ભાજપની સરકાર અને પાલિકા તંત્રએ શું હાલત કરી છે ? દલિત સમાજ માત્ર પીવાના ચોખ્ખા પાણીની માંગ કરતો હોય તે પણ આ દિકરીને ન મળતા મોતને ભેટી છે . આ ઘટનાને હું વખોડું છું . હું માંગણી કરુ છુ કે મેયરમાં થોડી પણ શરમ બચી હોય તો તાત્કાલિક તેને રાજીનામું આપવું જોઇએ . અને શુદ્ધ પાણી નહીં પહોંચાડનાર તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને ગુનો દાખલ થવો જોઇએ અને પિડીત પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર મળવું જોઇએ તેવી માંગ જીગ્નેશ મેવાણીએ કરી હતી .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.