સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે યોજાશે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્યનો અકાદમિક કુંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pnoiwdrtuyxdsxa6/" left="-10"]

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે યોજાશે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્યનો અકાદમિક કુંભ


સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે યોજાશે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્યનો અકાદમિક કુંભ

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સહિયારા પ્રયાસ થી નેત્રંગ ખાતે પ્રબુદ્ધ અધ્યાપકો નો રાષ્ટ્રીય સેમીનાર તા. ૧૧.૦૩.૨૦૨૩ ના રોજ યોજાશે. કોલેજના આચાર્યશ્રી ડૉ જી. આર. પરમાર ના નેતૃત્વ હેઠળ યોજાનાર આ સેમીનાર માં આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર વિમર્શ થશે. આ સેમિનાર માં દેશના નામાંકિત અધ્યાપકો, પ્રોફેસરો અને વિદ્વાનો ભાગ લેવાના છે. આ સેમિનારમાં આદિવાસી સંસ્કૃતિ, સાહિત્ય, અર્થશાસ્ત્ર, નૃત્ય, વાજિંત્રો, લેખકો, લોક કલા અને બીજા ઘણા બધા વિષયો પર ચર્ચા વિચારણા થશે. અનુસૂચિત જનજાતિના વીર નાયકોનું ભારતની સ્વતંત્રતાની ચળવળમાં અમૂલ્ય યોગદાન વિશે સંશોધન પત્રો રજૂ થશે. આ રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક પર્વમાં રાષ્ટ્રના નામાંકિત વિદ્વાનો, કુલપતિશ્રીઓ, રાજનેતાઓ, અનુસૂચિત જનજાતિ ના રાષ્ટ્રીય કાઉન્સિલના સભ્યો અને અન્ય પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું કાર્યક્રમના સંયોજક ડૉ. જશવંત રાઠોડે જણાવ્યું હતું . આ રાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લેવા માટે નીચેના ક્યુ આર કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]