લાકડિયા કુમાર પ્રાથમિક ગ્રૂપ શાળા ના ૯૧ માં શાળા સ્થાપના દીવસ અને શાળાના શિક્ષિકા લતાબેન પરમાર ના વય નિવૃત્તિ પ્રસંગે અવિરત સેવા સન્માન કાર્યક્રમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/plisasvtegla0i7h/" left="-10"]

લાકડિયા કુમાર પ્રાથમિક ગ્રૂપ શાળા ના ૯૧ માં શાળા સ્થાપના દીવસ અને શાળાના શિક્ષિકા લતાબેન પરમાર ના વય નિવૃત્તિ પ્રસંગે અવિરત સેવા સન્માન કાર્યક્રમ


ભચાઉ તાલુકાના લાકડિયા ગામ માં આવેલી કુમાર પ્રાથમિક ગ્રુપ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા લતાબેન પરમાર વયમર્યાદાને કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ અને સાથે શાળાના 91 માં સ્થાપના દિવસ ને ઉજવવામાં આવ્યો .
લાકડિયા પ્રાથમિક કુમાર ગ્રુપ શાળામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા લતાબેન પરમાર સૌપ્રથમ 1986 માં શાળામાં પ્રથમ નોકરી સ્વીકારી જ્યાં 37 વર્ષ જેટલા સમય સુધી શિક્ષણની ધુરા સંભાળી હતી
જે કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાને બિરાજમાન શ્રી ડૉ. રાઘવજી માધડ સાહેબ (નિવૃત્ત GCERT ગાંધીનગર રીડર અને જાણીતા ગણમાન્ય સાહિત્યકાર)અને મુખ્ય અતિથિ વિશેષ હરેશભાઈ ધોળકિયા સાહેબ (કચ્છમિત્ર ના કટાર લેખક તથા જાણીતા સાહિત્યકાર)અને કવિ ગોરધનભાઈ પટેલ (વી આર ટી આઈ માંડવી) તેમજ જિલ્લા શિક્ષક સંઘના , ભચાઉ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તથા મહામંત્રી તેમજ ગ્રુપ શાળા માં આવતી શાળાના આચાર્ય તથા શિક્ષકો તેમજ શાળા ના બાળકો ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામલોકો અને મહેમાનો હાજર રહ્યા હતા .


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]