જસદણના ખાંડા હડમતીયા ગામે પોલીસની રેઇડ : જુગારનો અખાડામાં રેઇડ કરતા 6 ઈસમો સહિત 84200 નો મુદ્દામાલ કબ્જે - At This Time

જસદણના ખાંડા હડમતીયા ગામે પોલીસની રેઇડ : જુગારનો અખાડામાં રેઇડ કરતા 6 ઈસમો સહિત 84200 નો મુદ્દામાલ કબ્જે


જસદણ પોલીસને બાતમી મળતા જાણવા મળેલ કે ભરતભાઈ લીંબાભાઇ શેખ ખાંડા હડમતીયા ગામ અને તાલુકો જસદણ તેઓ તેઓ પોતાના રહેણાંકના મકાને બહારથી માણસો બોલાવી તેના અંગત કાયદા માટે અને જુગાનુ સાહિત્ય પૂરું પાડી તીન પત્તીનો હાર જીતનો જુગાર નો અખાડો ચલાવે છે જેને આધીન જસદણ પોલીસે આજરોજ રેડ કરતા ભરત શેખના મકાને અમુક ઇસમો ગોળ કુંડાળું કરી હારજીતનો જુગાર રમતા હતા અને ભરત લીંબા શેખ વિશે પૂછતા હાજર નહીં હોવાનું જણાવેલ અને જુગાર રમતા ઈસમોને નામઠામ પૂછતા સુરેશભાઈ વાઘાભાઈ બાવળીયા ગામ ધારૈય તાલુકો ચોટીલા, ભોળાભાઈ જેરામભાઈ સાકરીયા ગામ પારેવાળા તાલુકો જસદણ, નરેશભાઈ શંકરભાઈ હરણીયા ગામ સનાળી તાલુકો વિછીયા, ભરતભાઈ શીવાભાઈ તલસાણીયા ગામ સનાળી તાલુકો વિછીયા, અલ્પેશભાઈ દેવરાજભાઈ કાકડીયા માધવીપુર તાલુકો જસદણ, મહેશભાઈ બેચરભાઈ પરમાર ગામ સણોસરા તાલુકો ચોટીલા અને ભરતભાઈ લીંબાભાઈ શેખ અને જેઠાભાઈ રામજીભાઈ સાંબડ જેવો રેડ દરમિયાન નાસી ગયા હતા તેમજ બાકીના 1 થી 6 ઇસમો સહિતના ઈસમો 84,200 રૂપિયાના મુદ્દા માલ સાથે મળી આવતા જસદણ પોલીસે તમામ જુગારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.