ગરબાડા ના જેસાવાડા માં સ્વયંવરની પ્રથા સાથે જોડાયેલ સુપ્રસિદ્ધ મેળો ભરાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pkk22rojf4brkwt5/" left="-10"]

ગરબાડા ના જેસાવાડા માં સ્વયંવરની પ્રથા સાથે જોડાયેલ સુપ્રસિદ્ધ મેળો ભરાયો.


ગરબાડા.૧૩

ગરબાડા તાલુકાના જેસાવાડામાં સ્વયંવરની પ્રથા સાથે જોડાયેલ સુપ્રસિધ્ધ ગોળ ગધેડાનો મેળો ભરાયો સોટીઓ ના સટાકા વચ્ચે રાહુલ કટારા એ બાજી મારી મેળાને માણવા સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ . ઉમટ્યુ .

ગધેડે( શીમળાનું થડ ) ઉપર ચઢતા યુવાનોને યુવતીઓ સોટીઓ મારી અટકાવતી જોવા મળી વર્ષો પૂર્વે ચાલતી સ્વયંવર પ્રથાની યાદને તાજી કરાવતો મેળો માણવો એક લહાવો છે

દાહોદ જીલ્લામાં હોળીનો તહેવાર ઉજવવાની રીત કંઇક જુદી જ cછે, હોળી પુર્વેથી શરૂ થયેલા મેળાઓની ભરમારમાં શીરમોર સમાન ગરબાડા તાલુકાના જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો ૧૩ ના સોમવારના રોજ યોજાયો હતો . જુની સ્વયંવર પ્રથાની યાદને તાજી કરાવતો આ મેળો ખુબજ પ્રસિધ્ધ છે. સવારથી જ જેસાવાડામાં મેળો માણવા માટે મોટી સંખ્યામાં મેળા રસિકો આવતા જોવા મળ્યા હતા. બપોરના સમયે યુવાનોએ ગધેડે( શીમળા ના થડ )પર ચડવાનો આરંભ કર્યો હતો . તે સમયે ઢોલના ધબકારે નાચતી ગાતી અનેક યુવતીઓ લીલીઝમવાંસની સોટીઓથી ગધેડે ચડનાર તમામ યુવાનો ને મારતી હતી તેમ છતાં કટારા સમાજના રાહુલ કટારા એ ગોળની પોટલી ઉતારી બાજી મારી વિજેતા બન્યો હતો. પાછલા 125 વર્ષ કરતાં પણ વધુ સમયથી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો સ્વયંવર પ્રથાની સાથે જોડાયેલો એવો જેસાવાડાનો સુપ્રસિધ્ધ ગોળ ગધેડાનો મેળો જીલ્લા માંસૌથી મોટો મેળો માનવામાં આવે છે . જે સમગ્ર મેળાનું આયોજન વર્ષો વર્ષથી કટારા સમાજના લોકો કરતા આવ્યા છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા તેમને સહકાર આપવામાં આવે છે તેમજ સીમળા ના લાકડા પર બાંધેલ ગોળની પોટલી પણ વર્ષો વરસ થી કટારા સમાજના યુવાનો જ ઉતરતા આવ્યા છે જે પરંપરા આજે પણ યથાવત્ છે ભૂતકાળમાં જે યુવાન ગોળ ગધેડાના થાંભલા પર બાંધવામાં આવેલ ગોળની પોટલી સોટીઓ સટાકા વચ્ચે ઉતારીને લઈ આવે છે તેને મનગમતી કન્યા સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે આવી સ્વયંવરની પ્રથા વાળા મેળામાં આ વર્ષે મોટી સંખ્યામાં મહેરામણ મેળાને માણવા માટે ઉમટી પડ્યું હતું હૈયે હૈયું દળાય તેટલી માનવમેદની વચ્ચે જેસાવાડા ગામમાં પંચાયત ઓફિસ પાસેના ચોકમાં ૩૦ ફુટ જેટલો ઊંચો સીમળાનો લીસ્સો થાંભલો રોપવામાં આવ્યો હતો અને તેની ટોચ પર ગોળ ભરેલી પોટલી બાંધવામાં આવી હતી. આજુબાજું ગામોના નવયુવાનો પોતાની બહાદુરી બતાવવા છોકરીઓની સોટીઓનો માર ખાતા જઈને પણ લીસ્સા થાંભલા પર બીજાને પાડીને પોતે થાંભલા ઉપર ચઢી ગોળની પોટલી ઉતારવાની કોશિશ કરતાં હતા અને તેમાં જેસાવાડા કટારા સમાજના રાહુલ કટારા નામનો યુવક થાંભલા પર પ્રથમ ચઢીને ગોળની પોટલી ઉતારતા તે વિજેતા બન્યો હતો. વર્ષો અગાઉ ગોળ ગધેડાના મેળામાં છોકરીઓની ને સોટીનો માર ખાતા જઈને સિમળાના લીસ્સા થાંભલા ઉપર ચઢી ગોળની પોટલી ઉતારી વિજયી બનનારા યુવાનના મનગમતી યુવતી સાથે લગ્ન કરાવવામાં આવતા હોવાથી આ મેળો આદિવાસીઓના સ્વયંવર તરીકે ઓળખાતો હતો પરંતુ આજે શિક્ષણનો વ્યાપ વધતા હવે આ સ્વયંવરની પ્રથા રહી નથી અને સમય જતાં વિસરાઇ જવા પામી છે અને હવે માત્ર ગોળગધેડાનો મેળોમાત્ર મનોરંજન તથા પરંપરાને જાળવી રાખવા માટે થાય છે પણ સ્વયંવર જેવું કશું થતું નથી.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]