વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ ની વાર્ષિક સાધારણ સભા યોજાઇ.

વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગ ની વાર્ષિક સાધારણ સભા યોજાઇ.


દેશ અને દુનિયામાં પ્રેરણા રૂપ એવા વિશ્વ ગુજરાતી સમાજ ની યુથ વિંગ ની વાર્ષિક સાધારણ સભા નું આયોજન વિશ્વ ગુજરાતી સમાજ ના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ ની અધ્યક્ષતા હેઠળ અને યુથ વિંગ કન્વીનર પૌરસ પટેલ ના સંચાલન હેઠળ રેડક્રોસ ભવન, જૂના વાડજ અમદાવાદ મુકામે કરવામાં આવેલ હતું,

છેલ્લા ૩૩ વર્ષ થી સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતી ઓ નું પ્રતિનિધિત્વ કરતી વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થાની યુથ વિંગ બન્યા નું ખુબજ સળતાપૂર્વક ૧ વર્ષ પૂરું થતાં હોદેદારો દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ના ૨૭ જેટલા જિલ્લામાંથી ૨૨૦ જેટલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, કો-કન્વીનર આકાશ પટેલે સંગઠનલક્ષી આયોજનો નો વાર્ષિક અહેવાલ રજૂ કરવાની સાથે આવનારા સમયના ગુજરાતી રાષ્ટ્ર ચિંતક જોડવાના તેમજ અન્ય આયોજનો પર ધ્યાન દોર્યું હતું,

આ કાર્યક્રમમાં સર્વે હોદ્દેદારો ને પ્રોત્સાહિત કરવા હર્ષદભાઈ પટેલ (ધારાસભ્ય - સાબરમતી ), જીતુભાઈ ભગત (ધારાસભ્ય - નારણપુરા), યુથ વિંગના ઈનફ્લુએન્સર પૂર્વીન પકાલાલ સહિત અન્ય મેહમાનોએ હાજરી આપી હતી ઉત્સાહમાં વધારો કર્યો હતો. ડૉ. બાબા સાહેબ આંબેડકર ના વિચાર ને અનુકરણ કરી સૌ ને શિક્ષિત બનવા, સંગઠિત બનવા અને સત્ય માટે સંઘર્ષ કરવા પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબે પ્રેરણા આપી હતી જ્યારે કન્વીનર પૌરસ પટેલે વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ ના પ્લેટફોર્મ પરથી દરેક યુવાનો ને તેમના ગમતા ક્ષેત્ર માં લીડરશીપ ઊભી કરવા જણાવેલ.

હાસ્ય કલાકાર દીલીપ વરસાણી હસાવીને જ્યારે લોક ગાયક બહાદુર ગઢવીએ પોતાની આગવી કળામાં ગુજરાતીઓ અને ભારત રાષ્ટ્ર ની સંસ્કૃતિ ના દર્શન કરાવ્યા હતા, નિલેશ પ્રજાપતિએ ખૂબ સરસ રીતે કાર્યક્રમ નું સંચાલન કરેલ અને અમદાવાદ શહેર કન્વીનર ચિંતન ગોહીલ, ગૌરવ મહેતા અને ટીમના અન્ય સૌ હોદ્દેદારોએ કાર્યક્રમમાં ખૂબ ઉમદા વ્યવસ્થા સંભાળી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad
9879218574


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »