પેટ્રોલની નિકાસ પરનો લીટર દીઠ રૂ. 6 વિન્ડફોલ ટેક્સ નાબૂદ - At This Time

પેટ્રોલની નિકાસ પરનો લીટર દીઠ રૂ. 6 વિન્ડફોલ ટેક્સ નાબૂદ


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૦વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાને કારણે સરકારે
પેટ્રોલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ રદ કરી દીધો છે અને ડીઝલ તથા એટીએફની નિકાસ અને
દેશમાં ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે.પેટ્રોલ પરની ૬ રૃપિયાની નિકાસ ડયુટી નાબૂદ કરવામાં આવી છે.
ડીઝલ અને એટીએફની નિકાસ પરના ટેક્સમાં લીટર દીઠ બે રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો
છે. આ ઘટાડા પછી હવે ડીઝલ અને એટીએફની નિકાસ પર અનુક્રમે ૧૧ રૃપિયા અને ૪ રૃપિયાનો
ટેક્સ લાગશે.દેશમાં ઉત્પાદન કરવામાં આવતા એક ટન ક્રૂડ પરનો ટેક્સ ૨૩,૨૫૦ રૃપિયાથી
ઘટાડી ૧૭,૦૦૦
રૃપિયા કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સરકારી કંપની ઓએનજીસી અને વેદાંતા
તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો
શેર ૨.૪૭ ટકા વધીને ૨૫૦૧.૪૦ રૃપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. ઓએનજીસીનો શેર ચાર ટકા
વધીને ૧૩૨.૫૫ રૃપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. વેદાંતાનો શેર ૬.૨૨ ટકા વધીને ૨૫૩.૪૫
રૃપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે એક જુલાઇના રોજ વિન્ડફોલ ટેક્સ નાખ્યો હતો.
જો કે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટતા સરકારે આ ટેક્સમાં ઘટાડો
કરવાનો નિર્ણય લીધો છે. એક જુલાઇના રોજ સરકારે એક લિટર પેટ્રોલ અને એટીએફની નિકાસ
પર ૬ રૃપિયાનો ટેક્સ નાખ્યો હતો જે બેરલ દીઠ ૧૨ ડોલર જેટલો હતો. એક લીટર ડીઝલ પરનો
૧૩ રૃપિયાનો ટેક્સ બેરલ દીઠ ૨૬ ડોલર જેટલો હતો. દેશમાં ઉત્પાદિત એક ટન ક્રૂડ પર ૨૩,૨૫૦ રૃપિયાનો ટેક્સ
બેરલ દીઠ ૪૦ ડોલર જેટલો હતો. ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યા પછી એક બેરલ ક્રૂડ પરનો ટેક્સ
ઘટીને ૨૯ ડોલર, એક બેરલ
ડીઝલ પરનો ટેક્સ ઘટીને ૨૨ ડોલર અને એટીએફ પરનો ટેક્સ ઘટીને ૮ ડોલર થઇ ગયો છે. સરકારી કંપનીઓ ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા તથા ખાનગી ક્ષેત્રની
કંપની વેદાંતા દેશમાં મોટા ભાગના ક્રૂડનું ઉત્પાદન કરે છે. વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો
કરવાને કારણે આ ત્રણેય કંપનીઓને ફાયદો થશે. વિન્ડફોલ ટેક્સ એવી કંપનીઓ પર લગાવવામાં આવે છે જેમને ખાસ
પરિસ્થિતિમાં ફાયદો થાય છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં
ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે ઓઇલ કંપનીઓને ખૂબ જ ફાયદો
થયો હતો. જો કે મંદીની શક્યતાને પગલે આંતરરરાષ્ટ્રીય બજારમાં હાલમાં ક્રૂડનો ભાવ
૧૦૦ ડાલરની નીચે આવી ગયો છે. જેના કારણે સરકારે વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે.
   

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.