સર્વિસ ચાર્જ નહીં વસૂલવાના આદેશ પર દિલ્હી હાઇકોર્ટનો સ્ટે - At This Time

સર્વિસ ચાર્જ નહીં વસૂલવાના આદેશ પર દિલ્હી હાઇકોર્ટનો સ્ટે


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૦હોટેલ અને રેસ્ટોરન્ટ દ્વારા ફૂડ બિલ પર વસૂલવામાં આવતા
સર્વિસ ચાર્જ પર પ્રતિબંધ મૂકવાના સીસીપીએના દિશાનિર્દેશો પર દિલ્હી હાઇકોર્ટે
સ્ટે મૂકી દેતા હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકોને મોટી રાહત મળી છે. ન્યાયમૂર્તિ યશવંત વર્માએ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન
ઓથોરિટી (સીસીપીએ)ના ચાર જુલાઇના દિશાનિર્દેશો વિરુદ્ધ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન
ઓફ ઇન્ડિયા (એનઆરએઆઇ) અને ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા
દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે આ મુદ્દે વિચાર
કરવાની જરૃર છે. આ સાથે જ કોર્ટે ઓથોરિટીને જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે આ કેસમાં વિચાર કરવાની જરૃર હોવાથી જ્યાં
સુધી આ કેસમાં આગામી સુનાવણી થઇ જતી નથી ત્યાં સુધી ચાર જુલાઇેએ સીસીપીએ દ્વારા
જારી કરવામાં આવેલા દિશાનિર્દેશ પર સ્ટે રહેશે.હાઇકોર્ટે જણાવ્યું હતું કે અરજકર્તાઓના સભ્યોને નિર્દેશ
આપવામાં છે કે તે સુનિશ્ચિત કરે કે કીંમત અને ટેક્સ ઉપરાંત ગ્રાહકો પાસેથી સર્વિસ
ટેક્સ વસૂલવા અને તેની ચુકવણીને મેનુ અથવા સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત હોટેલ અને
રેસ્ટોરન્ટ પેક કરીને લઇ જવાની સામગ્રી પર સર્વિસ ટેક્સ નહીં વસૂલ કરવા અંગે
એફિડેવિટ દાખલ કરશે.

ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે જો તમે ચુકવણી કરવા માગતા
નથી તો રેસ્ટોરન્ટમાં પ્રવેશન કરો. આ એક પસંદગીનો પ્રશ્ર છે. હું દિશાનિર્દેશોના
પેરેગ્રાફ ૭ પર સ્ટે મૂકું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.