આજે જન્માષ્ટમીઃ કચ્છમાં લોકો કૃષ્ણના રંગે રંગાશે, બે વર્ષ બાદ કરાશે ભવ્ય ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/people-in-kutch-will-be-painted-in-the-color-of-krishna-celebration-will-be-held-after-two-years/" left="-10"]

આજે જન્માષ્ટમીઃ કચ્છમાં લોકો કૃષ્ણના રંગે રંગાશે, બે વર્ષ બાદ કરાશે ભવ્ય ઉજવણી


ભુજ,ગુરૃવારગત સોમવારે બોળચોથ હતી ત્યારાથી જ જન્માષ્ટમી પર્વ ઉજવણીનો માહોલ સર્જાયો હતો. આજે શીતળા સાતમ હોવાથી લોકોએ  ટાઢુ ભોજન કર્યુ હતુ. આવતીકાલે મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ અનેરા ઉલ્લાસ સાથે રાતના બાર વાગે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે. કચ્છમાં કેટલાક સૃથળોએ જન્માષ્ટમી નિમિતે રાથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.ભુજ સહિત કચ્છના તમામ તાલુકા માથકો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જન્માષ્ટમીને લઈને ઉત્સાહ છે. ઠેર ઠેર મંદિરોમાં શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોન્ત્સવ મનાવાશે. શનિવારે મટકી ફોડના આયોજન કરવામાં આવ્યા છે. જન્માષ્ટમી પર્વની ઉજવણી કચ્છમાં કોરોના કાળના બે વર્ષ બાદ અનેરા ઉમંગ સાથે થઇ રહી છે. બુાધવારે  રાંધણ છઠ્ઠ હતી. લોકોએ રાંધણ છઠ્ઠની રસોઇ કરી હતી.આજે શીતળા સાતમના લોકો ટાઢી રસોઇ આરોગી હતી તેમજ પરિવારના સભ્યો માતા શીતળાના મંદિરે જઇને પરિવારના તાથા બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમજ કુલેર તાથા શ્રીફળ ધરીને પૂજા-ભકિત કરી હતી.કચ્છમાં આવતીકાલે જન્માષ્ટમી નિમિતે ઠેર ઠેર જન્માષ્ટમી રાથયાત્રાના આયોજનો કરાયા છે. આવતીકાલે લોકો કૃષ્ણના રંગમાં રંગાશે. કોરોનાના બે વર્ષ બાદ ઉત્સવ ઉજવવાની તક મળતા લોકોમાં અનેરો ઉલ્લાસ ઉમંગ છલકાઇ રહ્યો છે. ભુજ સહિત કચ્છના વિવિાધ ગામો-શહેરોમાં લોકમેળાનો પ્રારંભ થયો છે. મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે લોકો મેળામાં પહોંચ્યા હતા. ભુજમાં ચાર દિવસ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]